વકીલે ખોટુ સોગંદનામુ બનાવી ખોટી રીતે રોયલ્ટી ચૂકવી દીધાની પણ રજૂઆત.
ઉનાના મુસ્લિમ સમાજના અગ્રણી યુસુફભાઈ તથા આરિફભાઈ સોરઠિયા વિરુધ્ધ ખનીજ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. વકીલ ડી.આર.ઝાલાવાડિયા દ્વારા ખોટુ સોગંદનામુ બનાવી અને ખાણ ખનીજ વિભાગમાં પોતાની વગ ધરાવી અને ખોટી રોયલ્ટીની ચૂકવણીની ભરપાઈ કરેલ હોવાની ફરિયાદ કરતા હજુ સુધી કોઈ તપાસ થયેલ નથી.
ઉનાના મુસ્લિમ સમાજના હનીફ જે.કુરેશીએ ઉચ્ચ કક્ષાએ પોતાની ફરિયાદ કરી અને ઉનાની એક પણ સરકારી કચેરી પર ભરોસો ન હોવાની સાથે અન્ય કોઈ ઉચ્ચકક્ષાએ અધિકારીની નિમણૂંક અને નાના પરિવારને ત્યાં અપાવવાની સાથે રાહ જોઈ રહ્યાં છે. એવામાં એક ઉનાના વકિલ ડી.આર.ઝાલાવાડિયાએ હનીફભાઈના ભાઈ સુભાનભાઈ કુરેશીના નામનું ખોટુ સોગંદનામુ કરી અને ખનીજ કચેરી ગિર-સોમનાથ ખાતે જમા કરાવીને રોયલ્ટીની ભરપાઈ કરેલ છે.
ગરીબ પરિવારની પોતાની માલિકીની જગ્યામાં કરોડો રૂપિયાનો માલ વેંચીને પોતાના ખીસ્સા ભરેલ જયારે જમીન માલિક સાથે છેતરપિંડી કરી અને પોતાના ઘર ભરેલ હોવાનું જાણવા મળેલ છે. સંયુકત માલિકીની સર્વે નં.૧૯૨ પૈકી ૧માં પથ્થરો કાઢી અને પોતે એક પૂર્વ ધારાસભ્યના પાર્ટનર હોવાનું જણાવી અને પોતે રાજકીય વગ ધરાવતા હોવાનું જણાવી અને ગરીબ પરિવારના રોટલા ભંગાવી અને પોતાના ઘર ભરી નાખેલ એવામાં હનીફભાઈ જે.કુરેશી ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરેલ અને કોઈ બ્રાન્ચને તપાસ સોંપી અને દૂધનું દૂધ અને પાણીનુંપ ણી સામુ આવે એની રાહ જોય અને ન્યાય માટેની અપેક્ષા સાથે રજૂઆત કરેલ છે.