જિલ્લા પુરવઠા ગોડાઉનમાંથી આજી ખાંડનો રવાના: હજારો બીપીએલ, અંત્યોદય યોજનાના લાભાર્થીઓને ધરમધક્કા
પુરવઠા નિગમની લાપરવાહ નિતીના કારણે ફેબ્રુઆરી માસ અડધો વિતવા છતાં હજુ સુધી બીપીએલ અને અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધારકોને ચાલુ માસનો ખાંડનો જથ્થો મળ્યો ની અને ગરીબોને સસ્તા અનાજની દુકાને વારંવારના ધકકા ખાવા પડતા હોવાની વિગતો બહાર આવી છે. જો કે, આજી નિગમના ગોડાઉનેી ખાંડનો જથ્થો જે-તે પરવાનેદારોને મોકલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેર જિલ્લામાં બીપીએલ અને અંત્યોદય યોજનાના હજારો લાભાર્થીઓને ચાલુ મહિને રાહતભાવે મળતી ખાંડનો જથ્થો મળ્યો ની અને ગરીબો માટે સસ્તા ભાવે મળતી ખાંડ મહત્વની હોય લાભાર્થી રાજે રોજ સસ્તા અનાજની દુકાને ધકકા ખાઈ રહ્યાં છે. બીજી તરફ સસ્તા અનાજના પરવાનેદારો પણ ગોડાઉની જથ્થો મળ્યો ન હોય દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે સંઘર્ષ થાય તેવી પરિસ્થિતિ નિર્માણ ઈ છે.
દરમિયાન આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉન સ્ટાફ દ્વારા ખાંડનો જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી રવાના કરવાનું શરૂ કરાયું છે અને આગામી એક કે બે દિવસમાં જ બીપીએલ, અંત્યોદય યોજનાના લાભાર્થી ખાંડનો જથ્થો મળી જશે તેવું જણાવવામાં આવ્યું હતું.