પાલ આંબલીયા લેખિતમાં રજૂઆત કરે તો ઇન્કવાયરી થશે: DCP
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ સ્ટેશનમાં તેને ઢોર માર માર્યોનો આક્ષેપ કરાયો છે અને તેને ટેકો કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે.
આજ રોજની માહિતી મુજબ કાલાવડ રોડ પર મામલતદાર ઓફિસે આવ્યા ત્યારે તેઓ બેભાન થઇ ગયા હતા. આથી કોંગ્રેસના નેતાઓ ત્યાં દોડી જઇ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે ખેડૂતોને પોષણશ્રમ ભાવ ન મળવાના મામલે રાજકોટ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ગયા હતા જ્યાં થી ધરપકડ કરાઇ હતી બાદમાં તેઓને ઢોરમાર મારવામાં આવ્યો છે.
રાજકોટ શહેર પોલીસનાં DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરીએ ડુંગળી, કપાસ સાથે આ લોકો વિરોધ આવ્યા હતા. આથી જાહેર સ્થળ પર આવો વિરોધ કરી શકાય નહીં અને હાલમાં મહામારીની સ્થિતિ છે જેથી જાહેરમાં વિરોધ કરવો તે હિતાવહ નથી.
કલેક્ટર કચેરીએ પોલીસે પાલ આંબલીયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી અને પાંચેય વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જેના અનુસંધાને મામલતદાર સમક્ષ હાજર રાખીને જામીન પર મુક્ત કર્યા છે.
પોલીસે માર માર્યો તે અંગે પાલ આંબલીયા લેખિતમાં રજૂઆત કરશે તો ઇન્કવાયરી થશે.
ખેડૂતા પ્રતિનિધિ તરીકે રજૂઆત કરી શકે પરંતુ ડુંગળી, કપાસ જાહેર સ્થળ પર લાવી શકાય નહીં અને કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદશન કરી શકાય નહીં તેઓ માત્ર રજૂઆત કરવા પૂર્વ મંજૂરીથી આવી શકે છે.