મલેશીયાના પામતેલને ‘નો-એન્ટ્રી’ના કારણે સિંગતેલ તરફ ગ્રાહકવર્ગ વળે તેવી શકયતા : ભાવ વધારાના પણ એંધાણ
ભારતના આંતરીક મામલે દખલ દેનાર મલેશીયાને સબક શિખવાડવાના ભાગરૂપે સરકારે પામતેલની આયાત બંધ કરી છે. જેની સીધી અસર સૌરાષ્ટ્રના સિંગતેલ પર પડશે. પામતેલની આયાતનું વૈશ્ર્વિક રાજકારણ સિંગતેલની બોલબાલા વધારે તેવી શકયતા છે. વર્તમાન સમયે ભારતીય બંદરોમાં પામતેલનો ૩૦ હજાર ટની વધુ જથ્થો અટકેલો છે. બજારમાં પામતેલની જરૂરીયાત સામે જથ્થો નહીં મળે પરિણામે સિંગતેલ સહિતના અન્ય ખાદ્યતેલો તરફ લોકો વળશે.
સિંગતેલની માંગ વધતા સૌરાષ્ટ્રમાં મગફળી પકવતા ખેડૂતોને લાંબાગાળાનો ફાયદો શે. વર્તમાન સમયે મલેશીયાી આવતું પામતેલ અટકાવાયું છે. ભારત પામતેલનું વિશ્ર્વનું સૌથી મોટુ ખરીદદાર છે. ગત તા.૮ના ભારતે મલેશીયાી પામતેલ મંગાવવાનું બંધ કર્યું છે. ભારતના વિવિધ બંદરોમાં ૩૦ હજાર ટન જેટલા પામતેલનો જથ્ો પડ્યો છે. સરકારે આયાત ઉપર પ્રતિબંધ મુકતા પહેલા આ જથ્થો જહાજોમાં લાંગરવામાં આવ્યો હતો. જે પહોંચી ગયો હતો. સરકારે પામતેલની આયાત માટે નવા નિયમ બનાવ્યા છે જે મુજબ આયાતકારોએ હવે ખરીદવા માટે લાયસન્સ મેળવવું પડશે. ભારતની કાશ્મીર સહિતની બાબતોમાં દખલ દેનાર મલેશીયાનું પામતેલ અટકાવી સરકાર તેને સબક શિખવવા માંગે છે. આ લાયસન્સના માધ્યમી સરકાર મલેશીયાી આવતા પામતેલના પરવાનાને નિયંત્રીત કરશે. પામતેલની આયાત બંધ કરવાી વર્તમાન સમયે મલેશિયામાં પામના સોદા ૧૧ વર્ષના તળીયે હોવાનું માનવામાં આવે છે. મલેશીયાની સરકારને નુકશાન શે તેવું જણાય રહ્યું છે.
અહીં નોંધનીય છે કે, પામતેલની આયાતને નિયંત્રીત કરવાના કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ફાયદો થાય તેવી શકયતા છે. સૌરાષ્ટ્ર મગફળી અને સિંગતેલનું મોટુ ઉત્પાદક છે. પામતેલ બજારમાં ઓછુ મળશે તો ઘણા લોકો આપો આપ સિંગતેલ તરફ વળશે. પામતેલનો ઉપયોગ સાબુ બનાવવાી લઈ ખાવામાં પણ થાય છે. પરિણામે અનેક સ્તરે પામતેલનું ઓછુ પ્રમાણ મુશ્કેલી સર્જશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. કલકત્તા અને મેંગ્લોરના પોર્ટ પર પામતેલના ક્ધટેનર પડયા છે. જે અગાઉ અપાયેલા ઓર્ડરના છે. ગત વર્ષે ભારતમાં ૪,૩૬,૦૦૦ ટન રિફાઈન પામતેલની આયાત ઈ હતી. મલેશીયાની જેમ ઈન્ડોનેશીયામાંથી પણ બહોળા પ્રમાણમાં પામતેલ ભારતમાં આવે છે. બજારમાં પામતેલ ઓછા પ્રમાણમાં મળવાના કારણે ગ્રાહક વર્ગ સિંગતેલ તરફ ધકેલાશે તો સિંગતેલના ભાવમાં પણ નજીવો ભાવ વદારો તોળાઈ તેવી શકયતા છે.
તેલના ભાવમાં વધારાથી ઉહાપોહ પોલીટીકલ સ્ટન્ટ: સમીર શાહ
પામ તેલની આયાત મુદ્દે સોમાના પ્રમુખ અને રોજમોતી મીલના માલીક સમીરભાઇ શાહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્વાસ્થય માટે સારામાં સારું તેલ જો કોઇ તેલ હોય તો તે ચાર પ્રકારનો છે. મગફળીનું તેલ, તલ તેલ, રાઇનું તેલ, કોપરેલ તેલ, આ તેલ જેમાંથી નીકળે છે. તે વસ્તુ પણ આપણે આહાર તરીકે લઇ શકીએ છીએ. માટે આ ચાર તેલ સ્વાસ્થ્ય માટે સારા છે. આ ઉ૫રાંત પામોલીન તેલ વિશે માહીતી આપી કે પામોલીન તેલ એ આયાતી તેલ છે. પામોલીન તેલના ઘણા નોન એડીબલ ગ્રેડ પણ હોય છે. વિદેશમાં તેમાંથી સાબુ, શેમ્પુ, ડિટરજન બનાવામાં ઉપયોગમાં લેવાય છે. એ ગ્રેડનો પણ અહિયા ખાવામાં ઉપયોગ લેવાય છે. પામોલીન તેલ નુકશાનકારક છે કારણ કે તેમાં ટ્રાન્સફેરની માત્રા ખુબ જ વધારે હોય છે. અને ટ્રાન્સફેર હ્રદય માટે ખુબ જ નુકશાનકર્તા છે. સામાન્ય રીતે પામોલીન તેલનો ઉપયોગ હોટલો કે ફરસાણમાં થાય છે.
ખાસ તો હાલમાં સરકારે પામોલીન તેલની આયાતને લઇને પગલા લીધા છે. અત્યાર સુધી આયાત મફત હતી. ત્યારે હાલમાં આયાત થશે પરંતુ ઓછી થશે. ખાસ તો જે પ્રમાણે આપણી ખાઘ હતી તેનાથી વધારે પામોલીન તેલની આયાત થતી હતી. હવે સરકાર ધારસે તેટલું જ તેલની આયાત થશે. હવે જે આયાત કરવા ઇચ્છે તેને સરકાર સમક્ષ ઇન્ટેન્ટ રજુ કરવું પડશે. ત્યારબાદ સ્વીકૃતિ સરકારી એજન્સી ડી.જી.એફ.સી. અને કોમર્સ મીનીસ્ટ્રીની અંડરમાં આવી ગયું છે. સાથો સાથ ઉમેર્યુ છે. કે ઘણીવાર તેલના ભાવ વધવાથી લોકોમાં ઉહાપોહ જોવા મળે છે. પરંતુ ખરેખર આ એક પોલીટીકલ સ્ટન્ટ છે.
ખાસ તો લોકો સસ્તુ તેલ ખરીદી બજેટ મેઇનટેઇન કરે છે. પરંતુ ખરેખર એ ભવિષ્યમાં વધુ ખર્ચનું કારણ બને છે. સવિશેષ ઉમેર્યુ કે શરીરમાં તેલની જરુર છે. પરંતુ ખરેખર આવુ થતું નથી. વસ્તી વધે અને વપરાશ વધે તે વ્યાજબી છે. પરંતુ માથાદીઠ તેલનો વપરાશ છેલ્લા દાયકામાં ખુબ વઘ્યો છે. જે ઇકોનોમી અતે હેલ્થ માટે હાનીકારક છે. બહારનું વધારે ખાવાથી આડકતરી રીતે તેલનો વપરાશ વઘ્યો છે. ૨૦૦૮ માં ભારતનો માથાદીઠ એકઅબ વ્યકિતનો વાર્ષિક વપરાશ ૧૧ કિલોનો હતો જયારે આજે આ વપરાશ ભારતમાં ૧૮ થી ૧૯ કિલો અને ગુજરાતમાં ર૧ થી રર કિલોની થઇ છે. આમ, લોકોને તેલ મોધું લાગતું જ નથી. અંતમાં ઉમેર્યુ કે સરકારનું પામોલીન તેલને આયાતને રીસ્ટ્રીક કરી એ સારુ પગલું છે. જેનાથી ખેડુતો લોકલ ઇન્ડસ્ટ્રી અને લોકોને ફાયદો થશે.