હાથના કર્યા હૈયે વાગ્યા જેવી જેયર બોલ્સોનારોની પારીસ્થીતી…
આઠ વર્ષ સુધી ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો
કાગડા બધે કાળા જ હોય એમ રાજકારણ માત્ર ભારતમાં જ નહિ ભારત બહાર પણ બદનામ થયેલું છે. રાજકીય નેતાઓ સત્તા માટે અનેક કાવાદાવા કરતા હોય છે એવી જ રીતે બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જેરય બોલ્સોનારો એ પણ પોતાની સત્તાને ટકાવવા માટે અનેક પ્રકારે કાવાદાવાઓ કર્યા હતા જેના કારણે તેની પરિસ્થિતિ હાથના કર્યા હૈયે વાગ્યા જેવી થયી છે.
બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિની સત્તાની લાલચે અનેક પ્રકારે ગુનાહિત કર્યો કર્યા હોવાના તેમજ સત્તા બચાવવા રાજકીય કાવાદાવા કરવાના આક્ષેપો મુકવામાં આવ્યા હતા, જે અંગે બ્રાઝીલ ફેડરલ ઈલેકટોરલ કોર્ટના સાત જજની પેનલ દ્વારા કેસની સુનાવણી આપવામાં આવી હતી અને તજવીજ બાદ પાંચ જજ એ તેની વિરુધ મતો આપ્યા જયારે બે જજ બોલ્સોનારોની સાથે રહ્યા હતા. બોલ્સોનારો એ આગલી ચુંટણીના પરિણામ પૂર્વે ઇલેક્ટ્રિક વોટીંગ મશીનમાં ગડબડના આક્ષેપો મુક્યા હતા અને તેના માટે એમ્બેસેડરને સમન પણ મોકલ્યો હતો , આ ઉપરાંત ૬૮ વર્ષીય બોલ્સોનારો એ પોતાના પાવર અને પોઝીશનને બદનામ કરવાનો અને મીડિયાનો પણ દુરુપયોગ કરવાના આરોપો મુક્યા હતા. એટલાથી હજુ અંત નથી આવતો ,બોલ્સોનારોના અન્ય ગુનાહિત રેકોર્ડ પણ છે જેના કારણે તેને જેલમાં જવાનો પણ વારો આવી શકે એમ છે. આ તમામ તજવીજ બાદ કોર્ટ દ્વારા બોલ્સોનારો પર આઠ વર્ષ સુધી ચુંટણી લડવા પ્રતિબંધ મુકાયો છે જેના કારણે તે આવતી ૨૦૩૦ સુધી ચુંટણીમાં ઉભા નહિ રહી શકે.
પરંતુ વાતનો અહી અંત નથી આવતો, એટલું કરવા છતાં એને સમજણ નથી આવી ત્યારે જેયર બોલ્સોનારો એ પોતાની પત્નીને અગામી ચુંટણી માટે મેદાને ઉતારી છે. ૨૦૨૬ની ચુંટણીમાં પોતાના વિરોધી નેતા લુઇઝ ઈનાસિયો લુલા દ સિલ્વાને ટક્કર આપવા પોતે ચુંટણી નહિ લડી શકે પરંતુ પત્ની મિશેલને ચુંટણી ઉમેદવાર તરીકે આગળ કરી છે, જે ખ્રીસ્તી ઉપદેશ ભણાવાનું વચન આપે છે, જેનાથી તેને રાજકીય નહિ પરંતુ ધાર્મિક સપોર્ટ વધુ મળી રહેશે, તેવી ચિંતાથી વિરોધી નેતા લુલાને ચુંટણી હારવાની બીક છે.
આગામી આંઠ વર્ષ સુધી ચુંટણી ના લડી શકવાને કારણે અને ગુનાહિત કાર્યોનો રેકોર્ડ હોવાને લીધે બોલ્સોનારોની રાજકીય કારકિર્દીનું પતન થયું છે. મહત્વની વાત તો એ છે કે બોલ્સોનારો ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશંસક છે. જેની વિચારધારા અને કાર્યોને અખા વિશ્વએ વખોડ્યા છે. હજુ પણ સંતોષ ન થયો હોય એમ બોલ્સોનારો કોર્ટના ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનની તૈયારી દાખવી છે.