અનલોક-૨ દરમિયાન માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી રૂ.૧.૪૯ કરોડ દંડ વસુલ કરાયો

જાહેરનામાનો ૧૫૮૧એ ભંગ કર્યો અને ૭૦૬૨ વાહન ડિટેઈન કરાયા

કોરોના વાયરસ મહામારી ફેલાયેલ હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકે તે માટે અનલોક-૨ તા.૦૧-૦૭-૨૦ થી ૩૧-૦૭-૨૦ સુધી જાહેર કરવામાં આવેલું જેમાં સરકાર દ્વારા ઘણી છુટછાટ આપવામાં આવેલી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ ડીપાર્ટમેન્ટની ખુબજ મહત્વની ફરજ રહેલી હતી જે દરમિયાન શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોગ્ય બંદોબસ્ત, પેટ્રોલીંગ જાળવવામાં આવેલું તેમજ જાહેર જનતાનો લોકડાઉન તથા અનલોક-૨ દરમિયાન શહેર પોલીસને ખુબજ સાથ સહકારથી શહેર પોલીસ તથા તંત્ર આભાર માને છે. સહયોગ આપે તેવી અપીલ છે.

અનલોક-૨ દરમિયાન જાહેરનામા ભંગના કુલ ૧૫૮૧ કેસ કરવામાં આવ્યા જ્યારે વાહન ડિટેઈનના ૭૦૦૦થી પણ વધુ અને જાહેરમાં માસ્ક પહેર્યા વગર નિકળેલા તથા રોડ રસ્તા પર થુંકવા બાબતના ૭૪૮૮૦ કેસ સાથે કુલ રૂા.૧.૪૯ કરોડ દંડ તરીકે વસુલ કરવામાં આવ્યા. તેમજ કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે સરકાર દ્વારા અનલોક-૩ તા.૧-૮-૨૦ થી ૩૧-૮-૨૦ સુધીનું જાહેર કરવામાં આવેલું. અનલોક-૩નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જાહેર સ્થળોએ થુંકવાના કેશો તથા માસ્ક નહીં પહેરેલ હોય તેના કેસો કરવા માટે ખાનગી કપડામાં ડીકોય રાખી રેસકોર્ષ રીંગ રોડ અને અન્ય ભીડભાડ વાળી જગ્યાઓએ આવા કેશો કરશે.

બકરી ઈદનો તહેવાર કોરોના વાયરસની મહામારી શાંતિપૂર્ણ રીતે ઉજવાયેલો છે. અનલોક-૩ દરમિયાન જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળે તેમજ મુસાફરી કરતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે જેનું પાલન નહીં કરનાર રૂા.૫૦૦ દંડને પાત્ર થશે તેમજ જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધ છે. ક્ધટેઈમેન્ટ ઝોન/માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરેલા છે. તેમજ ભવિષ્યમાં ક્ધટેઈન્મેન્ટ ઝોન/માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે સમગ્ર વિસ્તારમાં લોકડાઉન અમલમાં રહેશે. ચાર કે ચાર થી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળો કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં.

તમામ ઉદ્યોગો પોતાની ૧૦૦% કેપેસીટી સાથે ચાલુ રહેશે. કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે માસ્ક, સેનેટાઈઝ વિગેરેનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. પ્રાઈવેટ ઓફિસો સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ખુલ્લી રાખી શકશે. પરંતુ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવું તેમજ તમામ પ્રકારની બેંકો તથા તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે.

મહાનગરપાલિકા વિસ્તારમાં ફેરીયાઓ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવે તે જગ્યાઓએ વેપાર કરી શકશે, ચા, કોફીના સ્ટોલ્સ રાત્રીના ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે તેમજ હોટલો અને અન્ય રહેવાની સગવડવાળી જગ્યાઓ તેમજ શોપીંગ મોલ્સ એસ.ઓ.પી. પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલ્લા રહેશે, રેસ્ટોરન્ટો/ભોજનાલયો રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. તમામ પ્રકારની શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે. જેઓની વહીવટી કચેરી ચાલુ રાખી શકાશે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. જીમનાશીયમ અને યોગા કલાસીસ ૫ ઓગષ્ટ પછી ભારત સરકારના પ્રમાણે ખોલી શકાશે. તમામ લાઈબ્રેરીઓ ૬૦ ટકાની કેપેસીટીથી ચાલુ રાખી શકાશે, તમેજ નાટ્યગૃહો, બાગ-બગીચા, સાંસ્કૃતિક/થિયેટર કાર્યક્રમો, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્વ સ્થળો તેમજ પર્યટન સ્થળો, એમ્યુઝમેન્ટ પાર્ક, સીંગલ સ્ક્રીન અને મલ્ટીપલ સ્ક્રીન સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્ષ વિગેરે સ્થળો બંધ રહેશે.

ધાર્મિક સ્થળો સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ચાલુ રહેશે અને મેળાવડામાં પ્રતિબંધ રહેશે. સામાજિક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે અન્ય  જાહેર જગ્યા પર પ્રતિબંધ. દફનવિધિ અને અંતિમ સંસ્કારમાં ૨૦થી વધુ વ્યક્તિ ભેગા ન થવા અને લગ્ન પ્રસંગોમાં ૫૦થી વધુ વ્યક્તિઓ ભેગા ન થવા પર પ્રતિબંધ જ્યારે લોકડાઉન, અનલોક-૧ અને ૨માં જાહેર જનતાનો મળેલા ખુબજ સહકારથી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આભાર માની ઘરમાં રહો અને સુરક્ષીત રહેવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.