કોર્ટમાં વર્દી પહેરીને ન આવનાર પોલીસ અધિકારી પર કોર્ટ પગલા લેશે
એડીશ્નલ પબ્લિક પ્રોસ્પેકટર એલ.બી. ડાભીએ ગુજરાત હાઇકોર્ટમાં ખાખી વગર પ્રવેશતા પોલીસ અધિકારીઓને વર્દીમાં જ આવવાનું સુચવ્યું હતું.. ડાભીએ આ મામલે એસ.પી.ને લેખીતમાં જણાવ્યું હતું કે ઘણા બધા પોલીસ અધિકારીઓ યુનિફોર્મને બદલે સીવીલ ડ્રેસમાં કોર્ટમાં આવે છે. અમુક વખત પોતાની ડયુટીને બદલે તેઓ અન્ય કોન્સ્ટેબલ કે અધિકારીઓને પોતાને બદલે મોકલતા હોય છે. જેઓ કોર્ટમાં વર્દી પહેરીને આવતા નથી.
કોર્ટમાં રેગ્યુલબ બેંચની સુનવણી કરતી વખતે પોલીસ અધિકારીઓને પુછવામાં આવ્યું હતું કે કેમ તેમણે વર્દી પહેરી નથી ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમને હાલ સ્પેશિયલ બ્રાન્ચમાં નિયુકત કરવામાં આવ્યા છે માટે તેઓ વર્દી પહેરી શકે નહીં. વધુમાં તેમણે ઉમેરયું હતું. કે સ્પેશિયલ બ્રાન્ચમાં જો પોલીસ અધિકારીની નિયુકિત કરવામાં આવી હોય તો પોલીસ સ્ટેશનમાં તેઓ વર્દી ન પહેરે તેવા નિયમો હોઇ શકે પરંતુ કોર્ટના નિયમોનો ભંગ કરી શકાશે નહીં. તેથી એસપીને જણાવી દેવામાં આવ્યું છે કે તેમના અધિકારીઓને કોર્ટમાં વર્દી પહેરીને જ આવવાનું કડક સુચન આપી દેવામાં આવે નહીંતર જે તે અધિકારી પર કોર્ટે પગલા લેવા પડશે જયારે અમુક અધિકારીઓ એવો પણ જવાબ આપે છે કે તેમને વર્દી ન પહેરયા ડીજીપીનો આદેશ છે. જો કે તેમના ઘણા નિયમો હોય છે પરંતુ કોર્ટમાં તો ખાખીનું સન્માન થવું જ જોઇએ એવું સુપ્રીમે જણાવ્યું હતું.