વારસાઈ જમીનમાં હક્ક મુદે ન્યાય ન મળતા આત્મવિલોપન કરવાનો પ્રયાસ: સવારી કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ
રાજકોટ શહેરમાં આવેલી કરોડોની વારસાઈ જમીનમાં સગી બહેનને વારસાઈ હકક ન આપી ભાઈઓ દ્વારા આ જમીનની બારોબાર બિનખેતી પ્રયાસ કરાતા આજે અગાઉ આપેલી ચિમકી મુજબ પ્રેમીબેન નાાભાઈ પટેલ નામના મહિલાએ પતિ અને પુત્ર સો જિલ્લા કલેકટર કચેરીમાં કેરોસીન છાંટી આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, આત્મવિલોપનની ચિમકીને પગલે અગાઉી જ કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી અને ત્રણેય અરજદારો આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે ઝડપી લઈ પોલીસ મકે લઈ જવાયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના કુવાડવા રોડ પર સર્વે નં.૧૮૦ પૈકી ૬ અને ૧૮૧ પૈકી ૧ની અંદાજે ૧૦૦ કરોડની જમીનમાં પોતાનો હકક, હિત, હિસ્સો સમાયેલો હોવા છતાં પ્રેમીબેન નાાભાઈ નામના મહિલાએ આત્મવિલોપન કરવા અંગે લેખીત અરજી આપી તા.૧૪ના રોજ પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરવા ચિમકી આપી હતી. જેને પગલે આજે સવારી જ જિલ્લા કલેકટર કચેરીમાં એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સો પોલીસ કાફલો તૈનાત થઈ ગયો હતો.
બીજી તરફ ચિમકી મુજબ જ અરજદાર પ્રેમીબેન નાાભાઈ, તેમના પતિ નાાભાઈ અને પુત્ર અજય કેરોસીન છાંટી કલેકટર કચેરી પહોંચ્યા હતા. જો કે, આ તકે ફરજ પર હાજર પોલીસ સ્ટાફે તરતજ ત્રણેય વ્યક્તિઓને ઝડપી લીધા હતા અને પોલીસ મકે લઈ જવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પ્રેમીબેનના સગા ભાઈઓ દ્વારા ઉપરોક્ત વારસાઈ મિલકત કે જે કુવાડવા રોડ પર આવેલ છે અને અંદાજે વર્તમાન બજાર કિંમત મુજબ ૧૦૦ કરોડ જેટલી કિંમત થાય છે અને આ વારસાઈ મિલકતમાં તેઓનો હકક ઉઠાવી લેવા સગા ભાઈઓ દ્વારા બોગસ અંગુઠા મારવાની સાથે આ ખેતીની જમીન બિનખેતી કરાવવા માટે કલેકટર કચેરીમાં પ્રક્રિયા ચાલુ હોય પ્રેમીબેને આત્મવિલોપનની ચિમકી આપી હતી.જો કે, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની જાગૃતતાના કારણે આજે પ્રેમીબેન અને તેનો પરિવાર આત્મવિલોપન કરી શકયો ન હતો. આ સંજોગોમાં હવે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પ્રેમીબેન અને તેના પરિવારને કેવો ન્યાય મળે છે તે જોવું રહ્યું.