- માથાભારે તત્વો સામે પોલીસ તંત્ર ફરી એક વખત એક્શન મોડમાં
- માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતો ફરી વળ્યું દાદાનું બુલડોઝર
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યા
- 15 જેટલા માથાભારે તત્વોને પોલીસની નોટિસ બાદ કરાઈ કાર્યવાહી
જામનગરમાં પોલીસ તંત્ર ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેર અને જિલ્લામાં માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના બેડી વિસ્તારમાં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું છે. ગેરકાયદેસર દબાણ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. બેડી વિસ્તાર સહિતના 15 જેટલા માથાભારે તત્વોને પોલીસની નોટિસ આપવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરના બેડી વિસ્તારમાં ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે તંત્ર દ્વારા મોટા પાયે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાયચા બંધુઓના ગેરકાયદેસર રીતે ખડકાયેલા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેડીમાં ફરી એકવાર ગેરકાયદેસર મિલકતોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ડિમોલેશન કરીને આ વિસ્તારના માથાભારે તત્વોના દબાણને દૂર કરવામાં આવ્યા છે.
આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જામનગરના જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક અને શહેરના દરેક ડિવિઝનના PI સહિત બહોળી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. આ ઉપરાંત કલેક્ટર વિભા ગનું તંત્ર પણ ખડેપગે આ કાર્યવાહીમાં જોડાયું હતું.
અનુસાર માહિતી મુજબ, બેડીમાં ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામોને પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં જે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, આ ઉપરાંત બેડી વિસ્તાર સહિતના 15 જેટલા માથાભારે તત્વોને પોલીસની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે.
આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન તારીખ 1 એપ્રિલ અને 2 એપ્રિલ 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બેડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. આ ડિમોલિશનથી વિસ્તારના ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.