આ પૂર્વ પણ ડીએસપીએ કોર્ટમાં પોસ્કોની અજાણતા અંગે સ્વિકૃતિ આપી હતી
બાળ પૌન શોષણ જેવી ગંભીર સમસ્યા માટે સરકારે પોસ્કો એકટ બનાવ્યું છે પોસ્કો એટલે કે ‘પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ ફોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ’ આ કાયદા અંતર્ગત બાળ યૌન શૌષણના કેસો રજીસ્ટર કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એક પોલિસ અધિકારીને પોસ્કો વિશેની જાણ જ નથી. બળ પૌન શોષણના કેસ અંગેની તપાસ કરતા અનિ‚ધ્ધ પરમારને ‘પોસ્કો’ વિશેની માહિતી જ નથી. જોકે હાલ તેઓ ૫૯ વર્ષનાં રિટાયર્ડ ઓફીસર છે. જે શેરકોટડા પોલિસ સ્ટેશન સાથે જોડાયેલા હતા તેમણે જણાવ્યું હતુ કે ‘મને લાગે છે કે પોસ્કો એટલે સેકસ્યુઅલ લાઈફને બચાવવાનું કશુંક થતું હશે. પોસ્કોના કેસોનાં ભૂતપૂર્વ તપાસકર્તા તેની પોલિસ અધિકારી તરીકેની કારકીર્દીનાં ૨૨થક્ષ ૨૩ વર્ષ પૂર્ણ કર્યા બાદ કોર્ટને જણાવે છે કે તેમને પોસ્કો વિશે કઈ જાણ જ નથી. સાક્ષી ખંડમાં બોલતા પરમાર જણાવે છે કે તેને આ,પીસી ધારા વિશેની જ બધી માહિતી છે. જજ એ.એ. નાણાવટીની તપાસ બાદ તેઓ કોર્ટ સમક્ષ આવું બોલ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતુ કે મને પોલિસ મેન્યુઅલ, આઈપીસી ધારા એવિડેન્સ એકટ વિશેની જાણકારી છે.
તેને સીઆરપીસી સેકશન એટલે ક્રાઈમનાં કેસો અંગેની તપાસ માટેનો ખાસ અધિકાર, એવા નિયમો વિશે પણ ૨૩ વર્ષ પોલીસમાં પસાર કર્યા બાદ પણ ખ્યાલ નથી. પહેલા પોસ્કો મામલે પરમારે જણાવ્યું કે, પોસ્કો એટલે ૧૫ વર્ષ કરતા નાના બાળક માટે જ આ નિયમો છે. બાદમાં ફેરવી નાખીને કહ્યું કે ૧૭ વર્ષ સુધીનાં બાળકો માટેનો આ નિયમ છે. તપાસકર્તાઆને આ મામલે ત્યારે જાણ થઈ જયારે ક્રોસ ચેકીંગ કરવામાં આવ્યું હતુ આ કેસમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીનું જયારે જન્મપત્ર વેરીફાઈ ન થયું ત્યારે આ ઘટના સામે આવી હતી.
પરમાર પહેલા એવા પોલિસ અધિકારી નથી જેને પોસ્કોની જાણ જ ન હોય અથવા પૂરો અર્થ ખબર ન હોય ગત વર્ષે એક ડીએસપી ધર્મેન્દ્ર દેસાઈએ પણ સેશન કોર્ટમાં સ્વીકાર્યું હતુ કે તેને પોસ્કો વિશે ખ્યાલ જ નથી આ નિયમ કયારે લાગુ પડયો તેનાથી પણ પોલીસ અધિકારીઓ અજાણ છે.