મોબાઈલમાં રીલ બનાવવા માટે હત્યા કર્યા હોવાનું ખૂલ્યું: માતા-પિતાએ એકનો એક દિકરો ગુમાવતા પરિવારમાં કલ્પાંત
ઉપલેટામાં શનિવારે સમી સાંજે રાજમાર્ગ પર આવેલ વિનોદ ડાઈનીંગ હોલ પાસે આવેલ નક્ષત્ર કોમ્પલેક્ષની ગ્રાઉન્ડ ફલોરમાં સરીડી પાસે બની જતા આહિર યુવાન મોબાઈલમાં રીલ બનાવાની માંગણી કરતા બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોચતા સમગ્ર શહેર સબ્ધ થઈ ગયું હતુ.
પ્રાપ્તત થતી વિગતો પ્રમાણે શહેરના રાજમોતીનગરમાં રહેતા અને કંદોઈનું કામ કરતા આહિર નાથાભાઈ ગોવિંદભાઈ ભાદરકા ઉ.54નો યુવાન પુત્ર આશિષ શનીવારે સાંજે બોડી ફિટનેશ જીમ ગયો હતો. ત્યાં તેની સાથે જીમમાં આવતો વિનય ઉર્ફે સુજુ હિતેશભાઈ ધામેચા નામના યુવાન પાસે ચાર દિવસ પહેલા વિનયનો મોબાઈલ સારો હોવાથી મોબાઈલમાં રીલ બનાવી દેવા કહેતા વિનયે ના પાડતા સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શનિવારે સાંજે બંનેનો ભેટો જીમની સીડીપાસે થઈ જતા વિનય ઉર્ફે સુજુના નેફામાં રહેલ છરીથી આશિષ પર હુમલો કરતા આશિષને ગરદનના ભાગમાં અને પેટના ભાગમાં 16 જીવલેણ ઘા લાગતા આશિષનું ઘટના સ્થળે મોત થતા આહિર સમાજ સબ્ધ થ, ગયો હતો સ્થાનીક પોલીસે આશિષ ભાદરકાના પિતા નાથભાઈની ફરિયાદને આધારે આરોપી વિનય ઉર્ફે સુજુ હિતેશભાઈ ધામેચા ઉ.19 રહે દ્વારકાધીશ સોસાયટી આનંદનગર 2 વાછળા ડાડાના મંદિર પાસેથી ગણતરીની કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ંહાથ ધરેલ હતી.મરણજનાર આશિષ ભાદરકા તેના માતા પિતાનો એકનો એક દિકરો હતો તેમજ બહેનનાં એકજ ભાઈ હતો તેને અગાઉ લુવાર યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદ તે લગ્ન જીવન નહી ચાલતા છૂટા પડયા હતા. અને પિતાને કંદોઈના વ્યવસાયમાં મદદ કરાવતો હતો.
જયારે આરોપી વિનય હજુ અભ્યાસ કરતો હોવાનુીં જાણવા મળેલ છે. આરોપીને ઝપાઝપીમાં છરીથી ઈજા થતા તેને પણ સારવાર લેવી પડી હતી.આમ આ ઘટનામાં બંને યુવાનોએ સામાન્ય બાબતમાં બાબતની બોલાચાલીને કારણે એક યુવાનને મોતને ભેટયો હતો જયારે બીજા યુવાને પોતાની ઉગતી કારકીર્દીને રોળવી નાખી આ ઘટના ઉપરથી આજના દેખાદેખી કરતા યુવાનોમાં ધીરજ અને શાંતીનો અભાવ હોવાનું જણાઈ આવે છે.