વેપારી એસોસિએશનના સ્વૈચ્છીક નિર્ણયને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આવકાર્યો

કોરોના સંક્રમણને અટકાવવા વેપારી દ્વારા મહત્વનો લેવાયો નિર્ણય

કોરોનાના વધતા જતા પોઝિટીવ કેસની સંખ્યા ઘ્યાને લઇ પરાબજાર, દાણાપીઠ અને મોચી બજાર વેપારી એસોસીએશન દ્વારા પોતાના વેપાર ધંધા સાંજના ૮ કલાકને બદલે પ કલાક સુધી ખુલ્લા રાખવાના સ્વૈચ્છીક નિર્ણય ને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આવકારી ને એસોસીએશનનું સન્માન કરવામાં આવ્યું છે.

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલ છે. ત્યારે કોરોના વારસની મહામારી ભારતમાં ફેલાતી અટકે તે માટે અનલોક-ર જાહેર કરવામાં આવેલા જે અનલોક-ર સમય દરમ્યાન સરકાર દ્વારા ઘણી છુટછાટ આપવામાં આવેલી જેમાં ધંધા રોજગારો તેમજ આથીંગ પ્રવૃતિઓ જે સવારના ૮ થી સાંજના ૮ સુધી ચાલુ રાખવા છુટ આપવામાં આવેલી છે. જે ધંધા રોજગાર તેમજ આથીંક પ્રવૃતિ ચાલુ રાખવા સમયે પણ સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરી કોરોના વાયરસ અંગેની તમામ માર્ગદર્શીકાનું પાલન કરવા સુચના કરવામાં આવેલી. સવારના ૮ થી સાંજના ૮ સુધી ચાલુ રાખવા જણાવેલું હોય તેમ જ છતાં શહેરમાં દાણાપીઠ, પરાબજાર, મોચીબજાર કે જે ખુબ જ જુની તથા વિશાળ બજાર આવેલી હોય અને જયાં જીવન જરુરી ચીજવસ્તુનુ વેચાણ થતું હોય જયાં શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ખાતેથી પણ ખરીદી માટે લોકો આવતા જતા હોય જે દરમ્યાન ત્યા ખુબ જ ભીડ જમા થતી હોય જેથી દાણાપીઠ, પરાબજાર, મોચી બજાર વેપારી એસો. દ્વારા અનલોક-ર દરમ્યાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા માર્ગદશીકા નુ દાણાપીઠ, પરાબજાર, મોચી બજાર ખાતેના તમામ વેપારીઓને ચુસ્તપણે પાલન કરી પોતાની તથા આવનાર ગ્રાહકો સુરક્ષીત રહે તે માટે તમામ વ્યવસ્થા રાખવા જણાવી સવારના ૮ થી સાંજના પ સુધી જ આથીક પ્રવૃતિ ચાલુ રાખી સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરી કોરોના વાયરસ ની મહામારી ફેલાતી અટકે તે માટે જાગૃતતા દાખવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દાણાપીઠ, પરાબજાર મોચી બજાર વેપારી એસો.એ કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે ખૂબજ જાગૃતતા દાખવવામાં આવેલી હોય જેથી દાણાપીઠ, પરાબજાર, મોચીબજાર વેપારી એસો. ના પ્રમુખ બીપીનભાઈ વ્રજલાલ કેસરીયા, ઉપપ્રમુખ જતીનભાઈ ગુણવંતરાઈ બગળાય, ખજાનચી દિનેશભાઈ પરસોતમભાઈ મણવર, સેક્રેટરી મહેશભાઈ રસીકલાલ મહેતા, દલાલ મંડળ પ્રમુખ નલીનભાઈ હેમરાજભાઈ બુધ્ધદેવ, કારોબારી સભ્ય હરીશભાઈ ખુશાલદાસ શિગાળા, કારોબારી સભ્ય ધનસુખભાઈ ગોપાલદાસ રાઈચૂરા, કારોબારી સભ્ય સંદીપભાઈ રસિકલાલ કોટેચા દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાયેલ તેવા કપરા સમયે સાંજના ૫ વાગ્યે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી જીવનમાં એક સરાહનીય કામગીરી કરી કોરોના વાયરસ સામેની લડતમાં ખૂબજ જાગૃતતા દાખવેલી હોય પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા દ્વારા દાણાપીઠ, પરાબજાર, મોચી બજાર વેપારી એસો.ને પ્રશંસા પાત્ર પાઠવી તેઓનું સન્માન કરવામાં આવેલું છે તેમજ દાણાપીઠ, પરાબજાર મોચી બજારના તમામ વેપારીઓએ એસો. દ્વારા લેવામાં આવેલ નિર્ણયને વધાવી સહકાર આપેલો હોય જે તમામ વેપારીઓનો પણ આભાર વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.