બંનેને ઝેરી દવા પીવડાવી હત્યા કરવામાં આવી કે બંનેએ આપઘાત કર્યો તે અંગે તપાસ જરૂરી
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોટેસિયમ સાઇનાઇટ ઝેર પીવાના કારણે મોત નીપજ્યાનું જાહેર કરાયું એક મૃતકના ગુપ્તાંગમાં ઇજા જેવા નિશાનના કારણે બંને ‘હોમો સેકસ’ની પોલીસે શંકા વ્યક્ત કરી
જૂનાગઢના ગાંધી ચોકમાં બે રિક્ષા ચાલકોએ દારૂ સમજી ગટગટાવેલું પ્રવાહીમાં પોટેસિયમ સાઇનાઇટ ઝેર હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા પોલીસે હાશકારો અનુભવ્યો છે. પરંતુ બંનેને પોટેસિયમ સાઇનાઇટ ઝેર કોને આપ્યું, શા માટે આ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું અને બંનેને ઝેર પીવડાવી હત્યા કરવામાં આવી હોવા અંગે ઉઠાલા સવાલ અંગે પોલીસે બંને મૃતકો પૈકી એકના ગૂપ્તાંગમાં ઇજાના નિશાન હોવાથી તેઓ હોમો સેકસ માણતા હોવા અંગેની શંકા વ્યક્ત કરી હતી.
જૂનાગઢના સરદારબાગ પાછળ આવેલ ઘાંચીપટમાં રહેતા રફીકભાઇ હસનભાઇ ધોધારી (ઉવ 40) તથા મુળ જામનગરના અને જુનાગઢના જમાલવાડીમાં રહેતા ભરત ઉર્ફે જોન છગનભાઇ દરજી (ઉ.વ.આ.50) ને સોમવાર સાંજના
ગાંધી ચોકમા મોઢે ફીણ આવી જતા પડી જતા તાત્કાલિક સારવાર માટે જુનાગઢ સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા, અને સારવાર દરમ્યાન બંન્ને મરણ જતા બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. ત્યારે પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ બંને મરણ જનારાનું કંઇક પ્રવાહી લીકવીડ ઝેરી જેવુ પી ગયાનુ બહાર આવ્યું હતું.
દરમિયાન રાજ્યના એડિશનલ ડીજીપી રાજકુમાર પંડ્યા અને જુનાગઢ ફોરેન્સિક વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા જૂનાગઢમાં ચોમેર પ્રસરેલી ચર્ચાઓ અંગે વિગત આપતા પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, બંનેના પીએમ રિપોર્ટમાં પોટેશિયમ સાઈનાઇડ જેવું ઘાતકી ઝેર સામે આવ્યું છે. અને નસીલા પદાર્થોમાં પોટેશિયમ સાઈનાઈટ ભેળવવામાં આવ્યું હોવાનું મનાય રહ્યું છે. આ સાથે એક મૃતકના ગુપ્ત ભાગમાં કોઈ નિશાન પણ મળી આવતા, આ મામલો સજાતીય સંબંધો હોવાનું પણ મનાઈ રહ્યું છે ત્યારે પોલીસે આ તમામ બાબતે તપાસ આદરી છે.જૂનાગઢમાં સોમવારે સમી સાંજે બે રીક્ષા ચાલકોએ નશો કરવા માટે પીધેલા નસીલા પીણા બાદ બંનેના થયેલ મોતથી જુનાગઢ શહેરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની ભારે ચર્ચાઓ ઉપડી હતી. અને રાત્રિના ટોળેટોળા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટીયા હતા. ત્યારે બીજી બાજુ પોલીસને જાણે થતાં જુનાગઢના વિભાગીય ડીવાયએસપી ધાંધલીયા, બી ડિવિઝન પી.આઈ. શાહ, એસઓજી. પીએસઆઇ ગોહિલ તથા એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. અને પરિસ્થિતિને શાંતિથી કાબુમાં લેવાની સાથે તાત્કાલિકા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
હાલમાં ચૂંટણીનો માહોલ પણ છે ત્યારે આ ઘટનાની લોકો ઉપર કોઈ અવળી અસર ન પડે તે માટે જુનાગઢ રેંજ આઈ.જી.પી. તથા જિલ્લા પોલીસવડા સહિતના એ રાતભર પોલીસ અધિકારીઓને માર્ગદર્શન અને સૂચના આપી હતી, અને રાતથી જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોટેશિયમ સાયનાઈટ નામનું ઝેરી પદાર્થ સામે આવતા. પોલીસ આ અત્યંત ઘાટકી એવું ઝેર કોણે ભેળવ્યું ? અથવા તો આત્મહત્યા માટે ઝેર ભેળવાયું ? કે હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ? અથવા તો, નશીલા પીણાં માં કોઈ પદાર્થ ઉમેરાતા ઝેર ઉતપન્ન થયું તે દિશામાં પણ તપાસ આદરી છે. તે સાથે એક મૃતકના ગુપ્ત ભાગમાં કોઈ નિશાન મળી આવ્યા છે. ત્યારે આ બાબતમાં સજાતીય સંબંધો કારણરૂપ છે કે કેમ ? તે બાબતે પણ તપાસ થઈ રહી છે. તે સાથે રીક્ષા ચાલકોએ રિક્ષામાં બેસીને જે પદાર્થ પીધો એ ક્યાંથી આવ્યો ? તેની પણ તપાસ પોલીસે કરી રહી છે. તથા પીએમ રિપોર્ટમાં આવેલા પોટેશિયમ સાઈનાઇડ ક્યાંથી લાવવામાં આવ્યું ? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
જો કે એક વાત મુજબ સાઈનાઇડ કેટલાક ફ્રુટના બી માં પણ હોય છે, તેને બાયોલોજીકલ અવેલીબિટી કહેવામાં આવે છે, તે સાથે અન્ય કેટલીક વસ્તુઓના અન્ય વસ્તુઓ સાથેના મિશ્રણથી પણ અમુક ઘાતકી ઝેર ઉત્પન્ન થઈ શકે છે. ત્યારે આ કેસમાં ભેળસેળ કરવામાં આવી છે એ કેમિકલ સાઈનાઇડ છે અને ક્યુ કેમિકલ ભેળવવાથી સાઈનાઇડ ની હાજરી જોવા મળી છે તે અંગે પણ એફએસએલ અને પોલીસે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સોમવારે જુનાગઢના બે રીક્ષા ચાલકોના ચોકાવનારી ઘટનામાં થયેલ મોત બાદ શહેરમાં લઠ્ઠા કાંડ થયો હોવાની પ્રસરેલી વ્યાપક ચર્ચા બાદ પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં નશીલા પદાર્થમાં ઘાતકી ઝેર પોટેશિયમ સાઈનાઇડ હાજરી સામે આવતા સોમવાર રાત્રિથી જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી બાજુ જૂનાગઢમાં લઠ્ઠા કાંડ સર્જાયો હોવાની વાત પર છેદ ઉડાવી દીધો છે. પરંતુ બન્ને પાસેથી ઝેરી કયાંથી આવ્યું, દારૂમાં ભેળસેળ કરી, બન્નેને ઝેર ખવડાવી હત્યા કરી છે કે બન્નેના મોતનો બનાવ આપઘાતનો છે તે અંગેની વિગતો જાહેર થવી અને ઊંડી તપાસ થવી જરૂરી છે.