પોલીસે આખરે મોરબીના શખ્સ સામે લગ્નની લાલચ દઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાનો ગુનો નોંધ્યો
શહેરની ભાગોળે રહેતી યુવતીને લગ્નની લાલચ દઇ છેલ્લા દોઢેક વર્ષથી અવાર નવાર બળાત્કાર ગુજારી માર માર્યા અંગેની મહિલા પોલીસમાં ફરિયાદ ન નોંધાતી હોવાથી યુવતીએ બે દિવસ પહેલાં મહિલા પોલીસ મથકે યોજાયેલા લોક દરબારમાં રાવ કરી હતી પરંતુ તેણીને ન્યાય ન મળતા અને મોરબીના શખ્સ સામે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા કંટાળીને યુવતીએ પોલીસ કમિશનર કચેરીે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ન્યાય મેળવવા મરવા મજબુર બનેલી યુવતીની આખરે ફરિયાદ નોંધી મોરબીના શખ્સની શોધખોળ હાથધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ પ્ર.નગર પોલીસ આ મામલે યુવતીની ફરીયાદ પરથી વિનેશ મોહનભાઈ સવસેટા રહે. મોરબી સામે દુષ્કર્મ, સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, મારકુટ અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ આગળની તપાસ મહિલા પોલીસને આપી સોંપી હતી જેમાં જાણવા મળ્યું હતું કે , હાલ રાજકોટ નજીકના એક ગામમાં રહેતી યુવતી અગાઉ મોરબીમાં પરિચીતની કટલેરીની દુકાનમાં કામ કરતી હતી ત્યારે તેનો મોબાઈલ નંબર મારફતે આરોપી સાથે પરિચય થયો હતો.
દમિયાન આરોપીએ તેને લગ્નની લાલચ આપી પ્રથમ યુવતીના ઘરે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ દોઢેક વર્ષ દરમીયાન આરોપીએ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી. ગઈ તા.1.8.22નાં યુવતીએ તેનું આધાર કાર્ડ કે જે આરોપી પાસે હોય તે માગતા આરોપીએ તેને ગાળો દઈ ઢીકાપાટુનો માર મારી રોડ પર ઢસડી ઈજા પહોંચાડી હતી. એટલું જ નહી તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતાં. છેલ્લે આજથી નવેક દિવસ પહેલા પણ આરોપીએ મોરબીમાં એક ફલેટમાં આરોપીએ તેના પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આ મામલે તેણે પોલીસમાં રજુઆત કરી હતી ઉપરાંત તાજેતરમાં મહિલા પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં રજુઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા અંતે આજે સી.પી. કચેરી ખાતે જઈ આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.