સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ દરોડા પાડી તે પહેલા સ્થાનીક પોલીસ દ્વારા કરાઇ કાર્યવાહી
બોટાદમાં થયેલા કથિત લઠ્ઠકાંડ બાદ ગુજરાતમાં ઠેર ઠેર ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે તેના થોડા સમય બાદ આ દેશી દારૂના અડ્ડા ફરી શરૂ થઇ ચૂક્યા છે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનો પણ સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 દિવસ પૂર્વે બુટલેગરોને બોલાવી દારૂના વેચાણ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુબલિયાપરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પોલીસે વ્યાપક દરોડા પાડયા છે. 15 જેટલા ડબ્બા આથાથી ભર્યા હતા કુબલિયાપરા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપરાંત સ્થળ પર પહોંચી રેડ કરવામાં આવતા દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હાલતમાં જોવા મળી આવી હતી. જેમાં સ્થળ પર દેશી દારૂ બનાવવા માટે આથા ભરેલા ડબ્બા ઢાંકેલી હાલતમાં હતા. જેને જોતા અંદર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો ભર્યો હતો. લગભગ 15 જેટલા ડબ્બા આથાથી ભર્યા હતા.
15થી 20 લીટર દેશી દારૂ મળી આવ્યો જો કે કુબલિયાપરા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી થોરાળા પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક ચાલતી હતી. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી તે પણ મોટો સવાલ છે. આજે પોલીસે કુબલિયાપરામાં કબ્જે કર્યો છે. ચેકિંગ કર્યું હતું. જેમાં 3 વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 15થી 20 લીટર દેશી દારૂ મળી આવતા.
બોટાદમાં થયેલ કથિત લઠ્ઠકાંડ બાદ પોલીસે આ જ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી એસીપી કક્ષાના અધિકારી સાથે થોરાળા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. જો કે આ વિસ્તારમાં કાયમી દેશી દારૂના હાટડા બંધ શા માટે નથી થતા તે પણ મોટો સવાલ છે.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 ડિસેમ્બરને લઈ કોમ્બિંગ રાખવામાં આવ્યું છે. દેશી દારૂ અંગે કાર્યવાહી ચાલુમાં છે. જેમાં મુદામાલ સાથે કોઈ પકડાશે અથવા નશો કરેલી હાલતમાં મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે વાસ્તવિકતા એ છેે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજકોટના નવાગામ ખાતે નકલી દારૂ બનાવતા ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી અને આ પછી પોલીસે લિસ્ટેડ બુટલેગરોને બોલાવી દારૂના વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. જો કે આમ છતાં આજે કુબલિયાપરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ જોવા મળી હતી. પોલીસ દ્વારા દારૂ અને માદક પદાર્થના સેવન અને વેચાણ પર ધોંસ બોલાવી સઘન કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.