પ્લે હાઉસના બાળકોનો લનિંગ લોસ!!

 

રિપોર્ટર: અરૂણ દવે

કેમેરામેન: અભય, ત્રિવેદી

અબતક, રાજકોટ

‘અબતક’ મીડીયાના પ્લેટ ફોર્મ ઉપર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબ ઉપર ગત શનિવારે ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલના પ્લે હાઉસના ટીચરો સાથે નાના બાળકોની વ્યથા મારે પણ ભણવું છે? વિષય ઉપર લાઇવ ચર્ચા કરવામાં આવી હતી. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

તૃપ્તીબેન ગજેરાના માર્ગદર્શન તળે ‘અબતક’ના સિનીયર રીપોર્ટર અરૂણ દવે એ કોરોના કાળના છેલ્લા બે વર્ષમાંં હાલ જેને પાંચ વર્ષ પુર્ણ થયા છે તેવા બાળકોનું છેલ્લા બે વર્ષનું ભણતર બગડયું છે તે વિષયક ચર્ચાને ચિંતન રજુ કરવામાં આવેલ હતું. જેમાં પ્લે હાઉસના સ્ટાફ ખુશ્બુ દવે, વર્ષા ચુડાસમા, ચાવડા દિપ્તી, કુલવિંદર લોહનીવાલ, ડિમ્પલ પારેખ, હર્ષાબેન આશાપુરા, યોગીતા શર્મા, હીના ચુડાસમા સહીતના લાઇવ ચર્ચામાં જોડાયા હતા. આ સમગ્ર લાઇવ શોમાં સ્કુલના એક હજારથી વધુ વાલીઓ લાઇવ જોડાયા હતા.

‘અબતક’ ની લાઇવ ડિબેટમાં એક લાખ બાર હજાર નવસો છવ્વીસ લોકો જોડાયા હતા. પાંચ હજાર જેટલા લોકોએ કોમેન્ટ શેર સાથે જીવંત ચર્ચા માં જોડાઇને કાર્યક્રમની સરાહના કરી હતી. આ વિડીયોને 36 હજાર જેટલા વાલીઓએ નિહાળ્યો હતો. સાથે એક હજારથી વધુ લોકોની લાઇક પણ મળી હતી.

પવર્તમાન સંજોગોમાં છેલ્લા બે વર્ષથી નાના બાળકો તેના પાયાના શિક્ષણ વંચિત રહ્યા હોવાથી તેને હવે ધો. 1 ના સિલેબસની સાથે ચાલવામાં ખુબ જ મુશ્કેલી પડશે આ બાબતની વિષદ છણાવટ લાઇવ ડિબેટમાં અરૂણ દવે એ કરી હતી નાના ભૂલકાને ઘેર બેઠા પણ વાલીઓ વિવિધ ટેકનીક અને શૈક્ષણિક રમકડાઁ દ્વારા ઘણું શીખવી શકે છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

‘અબતક’ની લાઇવ ડિબેટ એક લાખથી વધુ વાલીઓએ નિહાળી

‘અબતક’ ના સોશિયલ મિડિયાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબ જેવા પ્લેટ ફોર્મ ઉપર નાના બાળકોની વ્યથાની લાઇવ ડિબેટ એક લાખથી વધુ લોકોએ નિહાળી હતી. પાંચ હજાર લોકોએ કોમેન્ટ શેર સાથે જીવંત ચર્ચામાં ભાગ લીધો હતો. 36 હજારથી વધુ વાલીઓએ આ વિડીયો નિહાળ્યો હતો. વાલીઓને આ લાઇવ ડિબેટ ઘણી પસંદ પડી હતી. વિવિધ બાળગીતો લાઇવ ડિબેટમાં રજુ કરીને બાળકોને વિવિધ ટેકનીક અને શૈક્ષણિક રમકડાના દ્વારા કેમ ઝડપી શીખવી શકાય તેની પણ ચર્ચા કરી હતી.

નાના બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને શૈક્ષણિક

રમકડાથી વધુ સારી રીતે શીખવી શકાય છે

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.