હેરિટેજને સાચવવામાં સરકારી તંત્રની ઉદાસીનતા: અઢળક કુદરતી સંપતિ અને સૌદર્યથી ધનવાન પોલો ફોરેસ્ટની સ્થિતિ હાલ દયનીય: અતિશય ગંદકી
સાબરકાંઠાનો વિજયનગર તાલુકાનો અભાપુર વિસ્તારનો પોલો ફોરેસ્ટ જ્યા ગુજરાત અને દુનિયાભરમાં પોલો હિંદુ અને જૈન મંદિર તરીકે ફેમસ છે અને આજુબાજે વિતાર જગલ અને પાણીના ઝરણા પણ હાલમાં ગંદકીનું અને સિક્યુરિટી વગરનું જેમ મન ફાવે તેમ અહીં આ કરોડોની અજાયબી સંપત્તિ વારસાને સાચવશે કોણ?
સાબરકાંઠા ના આ ઐતિહાસિક પોલો ફોરેસ્ટ ની દર વર્ષે લાખો નો ખર્ચ થાય છે અને સરકારે આ બાબતે વિકાસ માટે અને ટુરિસ્ટ જગ્યા માટે ડેવલોપમેન્ટ કરેલું છે.
આ જગ્યા આજુબાજુ ના વિસ્તરોમાં કેટલાય પૌરાણિક મંદિરો અને છત્રીઓ, વાવ, કુંડ, આવેલી છે આ જગ્યા લોકોને ગને એવી જગ્યા છે અહીંયા જંગલ મા ઘણીબધી કુદરતી સંપત્તિ અને વુક્ષ આવેલા છે
જે લોકોને મનમોહી લે એવી જગ્યા છે અને અહીં આ જગ્યા આરકોલોજી અને પર્યાવરણ નો આ એક કિંમતી જગ્યા છે અહીં વન્યજીવો પણ અહીં ફરતા હોય છે.
આ પોળો નગરી જે આ ૧૫ મી સદીમાં ૧૦ કિલોમીટર મા ઘેરાયેલી જંગલોમાં વસેલી એ જમાનામાં સમૃદ્ધ નગરી હતી જે ઠાકોરો ના રાજ હતો. કહેવાય છે કે મહારાણા પ્રતાપ ઉદેપુર સાથે જોડાયેલી કહાની છે આ જગ્યા મા ઘણા બધા અવશેષો જમીનમાં દબાયેલી છે અને જમીન ધ્વસ્ત થયેલી છે જે પુરાતત્વ વિભાગ કે સરકાર તપાસ કરે તો ઘણું બધું ઇતિહાસ બહાર આવી શકે તેમ છે. આ વિસ્તારમાં ઝરણા અને વન્ય પર્યાવરણ થનડક આપે છે અને જે પુરાતત્વ જે મંદિરો એની દેખરેખ થાય તો આ એક આવનાર પેઢી માટે ઇતિહાસ જોઈ શકે તેમ છે.
આ જગ્યા પર લોકો વેડિંગ ફોટોગ્રાફી માટે પ્રખ્યાત છે દૂર દૂર થઈ અહીં ફટોગ્રાફી કરવા માટે નજરે દેખાતા હોય છે.
પોલો જે જેઇન અને હિન્દૂ મનદીરના ડેરા અહીં એક નજરાણું છે જે જંગલમાં વચ્ચે અડીખમ ઊભેલું આ પુરાતન નો નમૂનાઓ લોકોને એ વખતની નગરી ખુલ્લી આંખે દેખાતી હશે કે કેવી આ નગરીની જાહોજલાલી હશે. આ જે મંદિરો ની કોતરણી અને જે એકજ પથ્થરમાંથી કલાનો અદભુત નમૂનાઓ અહીં તેમે દ્રશ્યમાન થઈ શકો છે જે શિલાઓ પર બનેલુ અને નાની નાની કોતરણી આ સાચવવાની જવાબદારી કોની.
કુંડ જે પ્રમાણે ચારે બાજુથી જોઈ શકાય છે અને ત્રણ ભાગથી સીડી દ્વારા ઉતરી શકાય તેવી કલાકૃતિ આજાયબી પણ જે અંદર કચરો નાખીને આ સંપત્તિ નાશ ની આરે છે આ જગ્યાએ મનફાવે તેમ બેરોકટોક કઈ પણ કરવું હોય તેમ છૂટ છે અને જે કુદરતી જગ્યાઓ જરણા અને અવશેષો પાસે કચરો નાખીને પોલ્યુશન કરીને દુર્દશા બગાડી ચુક્યા છે કહેવાય છે કે અહીંયા જાનવરો પણ ફરતા ઓછા થયા છે જે આ વારસો જળવશું તો આવનાર પેઢી જોઈ શકશે આ કલાકૃતિઓ ને સાફ સફાઈ અને સિક્યુરિટી રખાય તો આ જગ્યા હાજી પણ લોકોને રોજગાર અને કિંમતી જગ્યા સચવાય તેમ છે. આ જગ્યા અમૂલ્ય વસ્તુઓ લઈ જાય તો કોણ પૂછવાવાળું છે આ જગ્યા સાચવવાની તંત્ર ને પડી નથી કે શું આવનારી દરેક ટુરિસ્ટ ની ફરજ છે કે અમૂલ્ય વારસો સાચવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com