જુનિયર કમાભાઈએ પોતાના સ્વભાવથી ખેલૈયાઓને કર્યા મંત્રમુગ્ધ
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે… નવરાત્રીના ત્રીજા નોરતે માં અંબાની આરાધના કરી ’અબતક રજવાડી’ના ખેલૈયાઓ ગરબે ઘૂમી નોરતાની રઢિયાણી રાતને રંગ જમાવ્યો હતો.ત્યારે ’અબતક રજવાડી’ના ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરવા રાજકોટમાં જુનિયર કમાભાઈ તરીકે ઓળખાતા યશભાઈ ’અબતક રજવાડી’ મહેમાન બન્યા હતા અને પોતાના સ્વભાવથી ખેલૈયાઓને કર્યા મંત્રમુગ્ધ કર્યા હતા.
ઇમરાન કાનીયા દ્વારા વોટર ડ્રમ વગાડી ખેલૈયાઓને આનંદો કરાવ્યો હતો. કોરોના સંક્રમણ નિયંત્રણ હોવાથી છેલ્લા બે વર્ષથી એક સાથે મોટી સંખ્યામાં ખેલૈયાઓ નવરાત્રિ રમી શક્યા ન હતા. પરંતુ જાણે આ વખતે રાજોટવાસીઓને છેલ્લા બે વર્ષની પણ કસર પૂરી કરવાનું મન બનાવ્યું હોય તેમ ’ અબતક – રજવાડી ’ ના ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂમી રહ્યા છે.ત્યારે ખેલૈયાઓને જમાવટ પાડવા સિંગર રિયાઝ કુરેશી, ગોવિંદ ગઢવી અને આરતી ભટ્ટએ તેમના સુરીલા કંઠે અવનવા ગરબાની વરજાળ કરી રહ્યા છે.
ત્યારે રસિયો રૂપાડો રંગ રેલીઓ..ઘેર જાવું ગમતું નથી… તે ગીત પર અનાદથી નાચ કરી લોકોનો મોટા પ્રમાણમાં ચાહના મેળવનાર કમાભાઈ ના જૂની રાજકોટ ના જુનિયર કમાભાઈ ’ અબતક – રજવાડી ’ ના મહેમાન બન્યા હતા અને પોતાના સ્વભાવથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
ત્યારે ઇમરાન ભાઈ કાનીયા અને તેની ટીમ દ્વારા વોટર ડ્રમનું આયોજન કર્યું હતું અને વોટર ડ્રમ વગાડી ખેલૈયાઓને રંગે ચડાવ્યા હતા.જ્યારે ત્રીજા દિવસે વિજેતા બનનાર પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં કરવામાં આવવી હતી.ત્યારે ‘અબતક – રજવાડી’ ખાતે આજે રાત્રે 8:00ના ટકોરે માઁ અંબાની આરતી બાદ રાસોત્સવનો આરંભ થઇ જશે.
કોઈપણ અવ્યવસ્થા ન સર્જાઈ તે માટે કમિટી મેમ્બર ખડેપગે : ભાવેશભાઈ (કમિટી મેમ્બર)
કોરોના સંક્રમણ નિયંત્રણ હોવાથી બે વર્ષ બાદ આ વર્ષે ઠેર ઠેર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ’ અબતક – રજવાડી ’ ના કમિટી મેમ્બર ભાવેશભભાઇએ ’અબતક’ મિડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રજવાડી ના ખેલૈયાઓને કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે કોર કમિટીના મેમ્બર હંમેશા ખડે પગે છે અને મેદાનમાં શિસ્ત બંધ જાળવવા માટે પણ રાખવામાં આવ્યા છે. અને પારિવારિક માહોલ રહે તે માટે ખાસ સિક્યુરિટી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.જેથી ’ અબતક – રજવાડી ’ મન મૂકી ગરબે ઘૂમે છે.