સ્વચ્છતા અભિયાનમાં મદદરૂપ થતાં આ ઉદ્યોગમાં ૧૮ ટકા જીએસટી લાગુ થતાં નામશેષ થવાની ભીતિ: પ્લાસ્ટીક મેન્યુફેકચર વેલફેર એસો.ની દર ઘટાડવાની માંગ
કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટીક આઈટમો પર ૧૮% જી એસ ટી લગાવવામાં આવ્યો છે જે પ્લાસ્ટીક રી સાઇકલ એટલે કે જે ઉદ્યોગ પ્લાસ્ટીક નો કચરો એકઠો કરી અને જુદી જુદી પ્રોસેસ દ્વારા વિવિધ પ્રકાર ની પ્રોડેકટ તૈયાર કરે છે તેવો ઉદ્યોગ માટે ૧૮% જી એસ ટી ખૂબ જ વધારે પ્રમાણ માં સાબીત થાય છે હાલ માં કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયા ની જોગવાઈ કરે છે
આ ઉદ્યોગ તો સમગ્ર ભારત માંથી કચરો એકઠો કરી તેની જુદી જુદી જાતની પ્રોસેસ કરી અને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી અને કચરા નો નિકાલ કરે છે જેનાં લીધે સ્વચ્છ ભારત અભિયાન માં આ ઉદ્યોગ નો સિંહ ફાળો રહ્યો છે સમગ્ર ભારત માં ધોરાજી અને આજુબાજુ ના વિસ્તારમાં આ ઉદ્યોગ વિપુલ પ્રમાણમાં આવેલ છે આ વિસ્તારમાં રોજેરોજ લગભગ ૨૫૦ થી ૩૦૦ ટન પ્લાસ્ટીક નો કચરો જે રોડ રસ્તા પર ફેંકેલો હોય છે તેવો કચરો આ વિસ્તારમાં રોજનો ઠલવાય છે અને તેની પ્રોસેસ કરી પ્રોડકટ તૈયાર થાય છે આ તમામ ઉદ્યોગ લધુ ઉદ્યોગ ની વ્યાખ્યા માં આવે છે અને આ ઉદ્યોગ ને લીધે આજુબાજુ ના વિસ્તારમાં નાનાં નાનાં અને મધ્યમ વર્ગ ના માણસો ને રોજીરોટી પણ સરળતાથી મળી રહે છે ખરેખર આવાં ઉદ્યોગ ને સરકાર શ્રી દ્વારા સબસીડી મળવી જોઇએ પરંતુ તેનાં બદલે જો ૧૮% જી એસ ટી લાગું કરવામાં આવે તો આ ઉદ્યોગ નામશેષ થઈ
શકે તેમ છે આવાં ઉદ્યોગ ને કર નાં માળખાં માંથી બાકાત કરવામાં આવે તો આ ઉદ્યોગ ભવિષ્ય માં વધારે માં વધારે કચરા નો નિકાલ કરી શકે તેમ છે અને રોજગારી પણ વધું આપી શકે તેમ છે જેથી પ્લાસ્ટીક મેન્યુ વેલફરે જીએસટીના દરમાં ફેરફાર કરવાની માંગ કરી છે.