એક્સપોથી એક્ઝિબ્યુટરો ખુશખુશાલ: આવનારા દિવસોમાં આવા માધ્યમ વધવા જોઈએ:એક્ઝિબ્યુટરો
રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર બ્લાસ્ટ-2022 પ્લાસ્ટીક એકસ્પોનો બીજા દિવસે પણ એકસ્પોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. એકસ્પોમાં 200થી વધુ એક્ઝિબિટરોએ ભાગ લીધો છે. પ્લાસ્ટીક એકસ્પોના આયોજકો દ્વારા રાજકોટની પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીનો રાજ્યમાં ડંકો વગાડ્યો છે. એકસ્પોમાં આવેલા વિવિધ રાજ્યોના તથા ગુજરાતભરમાંથી આવેલા એક્ઝિબિટરોએ રાજકોટ પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરી છે.
બીજા દિવસે એક્ઝિબિટરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પ્લાસ્ટીકની મોલ્ડીંગ મશીનરીના એક્ઝિબિટરોને એકસ્પોથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ઉદ્યોગ માટે રાજકોટ હબ બન્યું છે ત્યારે પ્લાસ્ટીક એકસ્પો તેનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય છે. બી ટુ બી તથા બી ટુ સી બંનેમાં એક્ઝિબિટરોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બ્રાન્ડીંગથી લઇ પ્રોડક્ટની મહત્વતા બહોળી સંખ્યામાં લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પ્લાસ્ટીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને ઘણો ફાયદો મળી રહ્યો છે.
છેલ્લા છ મહિનાથી અમારી કર્મવીર ટીમ એના માટે મહેનત કરી રહી છે : જે.કે.પટેલ
સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક એસોસિયેશનના ચેરમેન જે.કે.પટેલે જણાવ્યું હતું કે,પહેલે દિવસે જ મુલાકાતિઓની મોટી સંખ્યામાં હાજરી છે જેથી અમે ખુશ છીએ,છેલ્લા છ મહિનાથી અમારી કર્મવીર ટીમ એના માટે મહેનત કરી રહી છે.આવનારા સમયમાં પ્લાસ્ટિક જરૂરી છે અને અન્ય કરતા ગુજરાત 20 ટકા જ્યારે સમગ્ર ભારત
15 થી 16 ટકા વધુ વિકસિત છે.ભાવનગર દોરડા, ધોરાજી રિસાયકલમાં,રાજકોટ સેક્ટર પાઇપલાઇન અને અન્ય પ્રોડક્ટમાં આગળ છે અને એસ.એમ.ઇ યુનિટ વધતા જ જાય છે.લોકોને હું એક જ અપીલ કરીશ કે તમે પ્લાસ્ટિકનો સમજીને ઉપયોગ કરો આગળનું જીવન આપણે પ્લાસ્ટિક વગર શક્ય નથી.
એક્સપોમાં ખૂબ જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે:સંદીપભાઈ કેલિયા
નેક્ષા એન્જિનિયરિંગના સંદીપભાઈ કેલિયાએ જણાવ્યું કે, અમારા દ્વારા નવો સાહસ ખેડવામાં આવ્યો છે.હાલ કંપની મોલ્ડિંગ મશીન બનાવી રહી છે.
ઉંચી ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ વાળી પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે.95થી 350 ટન સુધીની પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવે છે.
રાજકોટની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ઉતરોતર ગ્રોથ કરી રહી છે:સાવન રામોલિયા
કે.એસ.બી મશીનરી એલએલપીના સાવનભાઈ રામોલિયાએ જણાવ્યું કે,એક્ષપોમાં ઓર્ગેનાઇઝરોનું કામ ખૂબ સારું છે. રાજકોટની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે. છેલ્લા 30 વર્ષથી મોલ્ડિંગ મશીન અમે બનાવી રહ્યા છીએ.
કિચનવેર અને હાઉસ હોલ્ડ આઈટમ બનાવવામાં આવે છે. મશીન સાથે મોલ્ડ પણ અમે આપીએ છીએ. શ્રેષ્ઠ સર્વિસ ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે.
એક્સપો ગ્રાહક સુધી પહોંચવા સેતુ જેવું કાર્ય કરે છે:દિનેશભાઈ કોટડીયા
સ્કેલવોટરના દિનેશભાઈ કોટડીયા એ જણાવ્યું કે, પાણીનો કોઈપણ જગ્યાએ વપરાશ થતો હોય અને ક્ષારની ત્યાં તકલીફ થતી હોય તેનું સમાધાન અમારી કંપનીની પ્રોડકટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.
એક્ઝિબિશનમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આધુનિક મશીનરીથી એક યુનિટ વિજળીમાં જે ઉત્પાદન થતું તેનાથી 10 ગણું ઉત્પાદન હાલ એક યુનિટમાં થાય છે : પરાગભાઈ
અબતક સાથે થયેલ વાતચીત માં પરાગભાઈ જણાવે છે કે, સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક એક્સપો એ અમારો ત્રીજો પ્રયાસ છે, અમારા દ્વારા જે પહેલા બે એક્ઝિબિશન હતા તેના કરતાં બે ગણાથી પણ વધારે લાભ મળ્યો છે,બધા મેમ્બરો અને બધા એક્ઝિબ્યુટર પણ ખુશ છે અને વિઝિટર ઘણા આવ્યા છે.મોટાભાગના યુનિટો એસ.એમ.ઇ. છે જે સૌથી વધારે રોજગારી આપે છે
જે સરકાર પાસેથી કોઈ લાભ નથી લેતું પરંતુ તે પોતાની રીતે નવા-નવા,નાના-નાના ઉદ્યોગો કરીને બેનિફિટ આપે છે.પહેલા જે મશીન આવતા હતા તે કલાકમાં 25-30 કિલોનું આઉટપુટ આપતા હતા જે અત્યારે 400 થી 500 કિલો ઉપરના આઉટપુટ વાળા મશીનો આવવા માંડ્યા છે જેનાથી અમને મોટો બેનિફિટ વીજળીમાં થાય છે જે એક યુનિટમાં ઉત્પાદન થતું તેનાથી 10 ગણું ઉત્પાદન એક યુનિટમાં થાય છે અને જે પ્રોસેસ ખર્ચ છે જે નીચો આવી જાય છે
પરિણામે કોઈ પણ કોમ્પિટિશનમાં અમે ઉભા રહી શકીએ છીએ.પહેલા વિદેશથી મશીન આયાત કરવા પડતા એની જગ્યાએ અહીંયા જે મશીન બને છે તે વિદેશમાં જાય છે.આ ચાર દિવસમાં અમારી અપેક્ષા છે કે કોઈપણ ને પોતાના ઉદ્યોગોમાં કોઈ હેરાનગતિ થતી હોય કે નવી ટેકનોલોજી ની જાણકારી જોઇતી હોય તે અમારા એક્ઝિબિશનમાં મળી શકે એમ છે એટલે અમે એકને બદલે ચાર દિવસની રાખ્યા છે.
રાજકોટ કે સૌરાષ્ટ્રમાં વધુને વધુ રોજગારી આપે એવા ઉદ્યોગો આવેલા છે : જયસુખભાઈ અઘેરા
અબતક સાથે થયેલી ખાસ વાતચીતમાં સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક એસોસિએશનના સેક્રેટરી જયસુખભાઈ અઘેરાએ જણાવ્યું હતું કે,રાજકોટ કે સૌરાષ્ટ્રની અંદર પ્લાસ્ટિક ઉદ્યોગ ખૂબ જ સારો છે.વધારે નાના ઉદ્યોગો છે,ત્રણ થી ચાર જ મોટા ઉદ્યોગો છે અને ભારત સહિત સમગ્ર દુનિયાની વાત કરીએ તો જે તેની
સરખામણીમાં રાજકોટ કે સૌરાષ્ટ્રમાં વધુને વધુ રોજગારી આપે એવા ઉદ્યોગો આવેલા છે.પ્લાસ્ટિક ઉદ્યોગ સારામાં સારું રીપ્રોસેસિંગ થતું હોય તો તે વધુમાં વધુ સૌરાષ્ટ્રમાં થાય છે,ખાસ તો ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં વધારે થાય છે,એક અંદાજ પ્રમાણે જેટલું પણ રિસાયકલિંગ થાય છે તેનું 60 થી 70% ત્યાં થાય છે.પ્લાસ્ટિક એ કેવી વસ્તુ છે જે 100% રિસાઇકલ કરી શકાય છે
પરંતુ આપણા ભારતના લોકોને માનસિકતા છે કે કોઈપણ જગ્યાએ પ્લાસ્ટિકની વસ્તુ ફેંકી દેવી,આમ કરવાથી તેનું કલેક્શન નથી થતું કલેક્શન ન થવાના કારણે રિસાયકલિંગ નથી થતું જેને કારણે તકલીફો ઊભી થાય છે અને પરિણામે પ્લાસ્ટિકને બદનામ કરવામાં આવ્યું છે.સાંપ્રદ સમયમાં એવું કહેવામાં આવે છે કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવો જોઈએ પરંતુ તે સચોટ ઉપાય નથી સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ,સરકારે કાયદો ઘડવો જોઈએ.
એક્સપોનો હેતુ નાની-નાની ઇન્ડસ્ટ્રીઝને હાઈલાઈટ કરવાનો : ચંદ્રકાંતભાઈ તુરખીયા
અબતક સાથેના સંવાદમાં ચંદ્રકાંતભાઈ તુરખીયા જણાવે છે કે આ એક્સપોથી બીજા સેક્ટરને પણ પ્રેરણા મળશે,અહીંથી ઉદ્યોગોને બિઝનેસ પણ સારો મળશે.આ એક્સપોનો હેતુ,નાની-નાની ઇન્ડસ્ટ્રીઝને હાઈલાઈટ કરવી,નાના ઉદ્યોગો જે દિલ્હી કે મુંબઇ સુધી નથી પહોંચી શકતા તેમનો અહીંયા સ્ટોલ છે,તેમાં
તેમના મશીનો મૂકીને પોતાની ટેકનોલોજી,પોતાની આવડત બતાવે છે જેના કારણે તેમના મશીનોનું વેચાણ થાય છે અને એમના માટે આ એક સારી તક છે.2025 માં હાલના સમયથી 25 ટકા વધારે પ્લાસ્ટિક વપરાતું થઈ જશે.આખા વિશ્વમાં માથાદીઠ 25 થી 26 કિલો પ્લાસ્ટિક વપરાય છે,હજુ ભારતમાં 12 થી 13 કિલો વપરાય છે એટલે આપણી પાસે વિકાસ કરવાની ખૂબ તક છે.સરકારે આ ઉદ્યોગમાં વધુ સબસીડી આપવી જોઈએ,ટેક્સમાં રાહત આપવી જોઈએ.પ્લાસ્ટિક વગર જીવન નકામુ છે,સવારથી સાંજ સુધીમાં આપણું જીવન પ્લાસ્ટિક સાથે સંકળાયેલું છે.