મુખ્યમંત્રીવિજય ભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આગામી માર્ચ મહિનામાં શિવરાત્રી દરમ્યાન યોજાનારા જૂનાગઢના મેળાનું મિનિકુમ્ભ મેળા તરીકે ઉજવવા માટેના આયોજનને ઓપ આપવામાં આવ્યો છે
મુખ્યમંત્રીશ્રી એ ગત વર્ષે જૂનાગઢ માં આ મેળા ની મુલાકાત દરમ્યાન મહા શિવરાત્રી ના આ મેળાને મીની કુંભ મેળા તરીકે યોજવાની કરેલી જાહેરાત અને ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી ની રચના કરીને ગિરનાર ક્ષેત્ર નો સર્વાંગી વિકાસ માટે કરેલી જાહેરાત ના સંદર્ભ માં આજે ગાંધીનગર માં ઉચ્ચ સ્તરીય બેઠક માં વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે
મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન અગ્ર સચિવ એમ કે દાસ તેમજ વન પ્રવાસન શહેરી વિકાસ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ ના વરિષ્ઠ સચિવો અને પૂજ્ય ભારતી બાપુ શેરનાથ બાપુ સહીત જૂનાગઢ મહાપાલિકા મેયર કમિશનર અને કલેક્ટર તથા મેળા આયોજન સાથે સંકળાયેલા અગ્રણીઓ આ બેઠક માં જોડાયા છે