શહેરની બાજુમાં આવેલા ફાડદંગ ગામના ખેડૂત તથા જમીન દલાલી કરતા વ્યકિતનું અપહરણ કરી રૂા.૯ લાખની ખંડણી માંગવામાં આવી હતી. આરોપીઓની ધમકી અને ડરના કારણે જે તે ખેડૂતે પોતાની ફરિયાદ જાહરે કરેલ ન હતી પરંતુ આરોપીઓના ત્રાસથી કંટાળી તેને આરોપી વિરુધ્દ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ નોંધાવ્યા બાદ રાજકોટની કુવાડવા પોલીસે પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો. રાજકોટ શહરે પોલીસ કમિશ્નરશ મનોજ અગ્રવાલ, સયકુંત પોલીસ કમિશ્નર અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણ કુમાર વગેરે પોલીસ અધિકારીઓએ ફરિયાદી ખેડૂતને ન્યાય આપવા માટે સૂચનાઓ આપેલી હતી.
રાજકોટ શહરે ક્રાઇમ બ્રાન્ચ પો. સબ ઈન્સ્પેકટર પી. એમ. ધાખડા તથા તેની ટિમ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલીક ગુનાના ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવ્યો હતો અને આરોપીઓ દ્વારા ખેડુત પાસેથી બળજબરીથી મેળવેલ રૂ.૩,૮૫,૦૦૦/- રીકવર કરીને મુદામાલ કબજે કરવામાં આવ્યો. તેમની આ કામગીરી બદલ પોલીસે કરેલી સરાહનીય કામગીરી બદલ રિયાદીએ શહેર પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. ફરિયાદીએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પુષ્પગુચ્છ દ્વારા સરાહનીય કામગીરી બદલ સમગ્ર પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.