- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- ગ્રામજનોએ હવનનો લાભ લીધો હતો
- રામદેવજીનાં મંદિરે ખાતે શ્રી નકલંક નેજાધારી તોરણીયા રામામંડળનું આયોજન કરાયું
અબડાસા તાલુકાના વડસર ગામ ખાતે આવેલ ઐતિહાસિક સમારંક શ્રીઅબડા દાદા ની જગ્યા જ્યાં દાદાનું લડતાં લડતાં શીશ પડેલ છે તે જગ્યા એ જુના સ્મારક હેતુ તેનો જીર્ણોદ્ધાર કરાયો હતો.આ કાર્ય કરવા જખૌના લાખાજી એ જહેમત ઉઠાવી હતી. જેમાં ભાનુશાલી સમાજના ભાઈઓ તથા ક્ષત્રિય સમાજના ભાઈઓ લોહાણા મહાજન તથા ગ્રામજનો ના સહકાર થી થયેલ હવન પુંજા ની વિધી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એ હવન નો લાભ લીધો હતો. આ ઉપરાંત વડસર ગામનાં રામદેવજીનાં મંદિર ખાતે શ્રી નકલંક નેજાધારી તોરણીયા રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અબડાસા તાલુકાના વડસર ગામ ખાતે આવેલ ઐતિહાસિક સમારંક શ્રીઅબડા દાદા ની જગ્યા દાદા લડતાં લડતાં જ્યાં તેમનું શીશ પડેલ તે જગ્યા એ જુના સ્મારક હેતુ તેનો જીર્ણોદ્ધાર ગામ વડસરના થતાં જખૌના લાખાજી એ જહેમત ઉઠાવી તે જગ્યા નું જીર્ણોદ્ધર કરવામાં આવ્યું હતું.
જેમાં ભાનુશાલી સમાજના ભાઈઓ તથા ક્ષત્રિય સમાજના ભાઈઓ લોહાણા મહાજન તથા ગ્રામજનો ના સહકાર થી થયેલ હવન પુંજા ની વિધી તા. 21-11-2024 ના સવારે કરવામાં આવી હતી જેમાં ઘણી સંખ્યામાં ગ્રામજનો એ હવન નો લાભ લીધો હતો. વડસર ગામનાં રામદેવજી નાં મંદિરે ખાતે શ્રી નકલંક નેજાધારી તોરણીયા નું રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું હતું રાધાકૃષ્ણ મંદિર તથા રામદેવજી મંદિર નુ જીર્ણોદ્ધાર માં રામદેવજી ની પુજા નિવૃત્ત પોલિસ ઈન્સ. સામંતસિંહ વેલુભા જાડેજા ના પુત્ર જયપાલસિંહ જાડેજા ના હિંસા આવતા રામા મંડળ રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જેમાં રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઠારાથીં શ્રીદેવીમાં આશીર્વાદ આપ્યા હતા.
જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા,અનુભા જાડેજા, સુરુભા જાડેજા, પી.સી. જાડેજા. રાજકોટ તેમજ ભાઈઓ અને બહેનો બહોળી ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : રમેશ ભાનુશાલી