- યાત્રાધામ દ્વારકામાં ફુલડોલનો અનેરો ઉત્સાહ
- ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમશે ઠાકોરજી
દ્વારકા યાત્રાધામમાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે કુલડોલ ઉત્સવને વધાવામાં આવી રહયો છે. ભાવિકોને દ્વારકાધીશજીના દૈદિપ્યમાન શ્વેત પરિધાન સાથેના ઉત્સવ દર્શન નિહાળી ભાવિકોને ભાવવિભોર થાયા છે. પૂજારી પરિવાર દ્વારા ફુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે જેના દર્શન મનોરથોનો હજારો ભાવિકો સન્મુખ તેમજ ઓનલાઈનના માધ્યમથી પણ દેશ વિદેશમાં લાખો ભાવિકો લાભ લઈ રહ્યા છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં સોમવારે ડોલોત્સવની ભવ્ય ઊજવણી થશે
ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમશે ઠાકોરજી
દ્વારકાધીશ જગતમંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના રોજ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ મનાવાય છે પરન્તુ આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમાના દિવસે હોય તા.રપમીએ પૂર્ણિમાના રોજ દ્વારકા તેમજ બેટ દ્વારકામાં આવેલાં દ્વારકાધીશ જગતમંદિરોમાં ધાર્મિક પરંપરા અનુસાર ભાવિકો સંગ દોલોત્સવની ઊજવણી કરવામાં આવશે. જગતમંદિરના પૂજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યાનુસાર સોમવાર તા.રપમી માર્ચના રોજ બપોરે ૧:૪૫ કલાકે ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) ધાણી, દાળીયા, ખજૂર, સૂકોમેવો, પતાસા વિગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નીજ સભાગૃહમાં બાલસ્વરૂપને ઝુલામાં સ્થાપન કરાવી દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે. હોજમાં કૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાના ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો કેસર જલ ચાંદીની પિચકારીમાં બાદ દ્વારકાધીશજીના શ્રીઅંગ પર અબીલ-ગુલાલની છોળો(રંગ) ઉડાડવામાં આવશે. બપોરે ૨:૦૦ સ્વરૂપના પૂર્ણ શૃંગાર સાથે શ્રીઅંગ અલંકારો તેમજ સફદ વસ્ત્રો સાથેના પ્રારંભ થશે. આરતી પ્રારંભે કેસુડાં ભરી ઠાકોરજીસંગ ધૂળેટી રમાશે. પધરાવવામાં આવેલ ભાવિક ભકતોને પ્રસાદીરૂપે કલાકે ઠાકોરજીના રાજાધિરાજ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ તથા ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન ખૂલ્લાં મૂકાશે. દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે ૨:૦૦ થી ૩:૦૦ કલાક સુધી ભાવિકો વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ – ગુલાલ વડે પરંપરાગત રીતે દોલોત્સવ ઊજવાશે. આ ઉપરાંત દેશ વિદેશમાં લાખો શ્રધ્ધાળુઓ ઓનલાઈનના માધ્યમથી જગતમંદિરમાં થનારા દોલોત્સવને નિહાળશે.
બેટ દ્વારકાધીશ મંદિરે સોમવારે ઊજવાશે દોલોત્સવ રાજાધિરાજ દ્વારકાધીશજીને ધરાશે ફગવા ભોગ
હિન્દુ ધર્મમાં ફાગણ માસના પવિત્ર તહેવાર ગણાતાં હોળી તથા ફુલદોલ ઉત્સવની બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ પારંપરિક ધાર્મિક રીત-રસમ સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવનાર છે. હોળી મહોત્સવ બાદ તા.રપ માર્ચને સોમવારે બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલદોલ ઉત્સવ ઊજવાશે. બેટ દ્વારકાધીશ મંદિરમાં આ ઉત્સવને દોલોત્સવ કહેવામાં આવે છે. સોમવારે સવારે ૧૧:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ઠાકોરજીના દોલોત્સવ ઉત્સવ દર્શન યોજાનાર છે. જેમાં દ્વારકાધીશના ચલ સ્વરૂપ શ્રી ગોપાલજીને મધ્યાહનભોગ અર્પણ કરાયા બાદ દોલોત્સવ માટે ઝુલામાં પધરાવી ચાંદીની પિચકારીમાં કેસુડો ભરી ઠાકોરજી સંગ ઉપસ્થિત દર્શનાર્થીઓનો સંગ મંદિરના મુખ્યાજીઓ દ્વારા અબીલ – ગુલાલ સાથે દોલોત્સવ રમી પારંપરીક રીતે ઉજવણી કરાય છે.
દોલોત્સવ ખેલ્યા બાદ ગોપાલજીને નિજમંદિરમાં પુનઃ પધરાવી ઠાકોરજીને રાજભોગ ધરાવાય છે જેને ફગવા ભોગ પણ કહેવામાં આવે છે. મંદિરના ઈન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશભાઈ બદીયાણીની યાદીમાં જણાવ્યાનુસાર તા.ર૬મીએ મંગળવારે દ્વિતીયા પાટોત્સવની પણ ઉજવણી કરાશે જેમાં ઠાકોરજીની મંગલા આરતી સવારે ૭:૩૦ કલાકે, મોર આરતી સવારે ૮ કલાકે, શૃંગાર આરતી સવારે ૧૧:૩૦ કલાકે, મધ્યાહન આરતી બપોરે ૧૨ કલાકે તેમજ ઠાકોરજીને મીઠા જળ બપોરે ૧ કલાકે યોજાશે એટલે કે તમામ મંદિરો બંધ થઈ જશે. સાંજે શ્રીજીના ઉત્થાપન દર્શન થશે તેમજ રાત્રે ૮ કલાકે શ્રીજીના શયન દર્શન થશે. સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકામાં પણ રોડ રસ્તે પહોંચવું સરળ બન્યુ હોય ત્યારે દ્વારકાની જેમ બેટ દ્વારકાધીશ મંદિરમાં પણ હોળી ઉત્સવની ઊજવણી કરવા યાત્રીકોનો માનવ મહેરામણ બેટ દ્વારકાધીશ મંદિર તરફ ફંટાયો હોય તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ ๒.
૪૬૩ વર્ષથી ઉજવાય છે દોલોત્સવ
હાલમાં જે જગ્યાએ ભગવાન દ્વારકાધીશ બિરાજે છે તે સ્થળે વિક્રમ સંવત ૧૬૧૭માં જામનગરના રાજા જામરાવળજીએ મંદિરો સિદ્ધ કરાવ્યા હતા અને પ્રભુ બિરાજમાન થયા હતા. ત્યારથી આજદિન સુધી દર વર્ષે એટલે કે છેલ્લાં ૪૬૩ વર્ષથી અહીં ભાવિકોની ઉપસ્થિતિમાં ઠાકોરજી સંગ દોલોત્સવની ઊજવણી કરવામાં આવે છે.
દ્વારકામાં પરંપરાગત રીતે સરકારી હોળીમાં હોળી પ્રાગટય બાદ શહેરભરમાં ઠેર ઠેર હોલિકા દહન યોજાશે
દ્વારકા શહેરમાં આવતીકાલે ઠેરઠેર હોલિકા દહન યોજાશે. હોળી પ્રગટાવવાના નિર્ધારિત રાત્રે ૮ કલાકે પરંપરા અનુસાર ગોમતી ઘાટે સરકારી હોળી તેમજ હોળી ચોકમાં સૌપ્રથમ હોલીકા પ્રજવલિત કર્યા બાદ શહેરના અલગ અલગ ચોકમાં હોલીકાની વિશાળ પ્રતિમાઓ સાથેની હોળીમાં અગ્નિ લઈ જવાઈ હોલીકા દહન યોજાશે. શહેરમાં હોળી ચોક, મંદિર ચોક, પૂર્વ દરવાજા, માર્કેટ ચોક, સિધ્ધનાથ ચોક, ટીવી સ્ટેશન, બીરલા કોલોની, જલરામ મંદિર ચોક, ભથાણ ચોક સહિતના વિસ્તારોમાં હોલીકા દહન યોજાશે.