મુખ્યમંત્રી ગેહલોતે પાયલોટને નિકમ્મા, નકારા કહેતા બંને વચ્ચેના વિવાદની ખાઈ વધી
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ નહી મળતા સચિન પાયલોટે ગેહલોત સરકાર સામે બળવો પોકાર્યો છે આ બળવાના કારણે ગેહલોત સરકાર પર ઉભા થટેલા જોખમથી છેલ્લા દશેક દિવસથી કોંગ્રેસ હાઈકમાન્ડના મોભીઓનાં જીવ તાળવે ચોટી જવા પામ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયાગાંધીએ સ્પષ્ટતા કરી છે કે સચિન પાયલોટને હાઈકમાન્ડ કદી મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જોતા જ નથી. તેઓની સંગઠન શકિતને ધ્યાનમાં રાખીને તેમે પ્રદેશ પ્રમુખ પદ માટે યોગ્ય નેતા તરીકે સદાય જોવામાં આવ્યા છે. તેથી જ તેમને રાજસ્થાન કોંગ્રેસનું પ્રમુખપદ આપવામાં આવ્યું હતુ જેથી આ વિવાદમાં નવો ફણગો ફૂડયો છે.સોનિયાના આ ખુલાસા વચ્ચે મુખ્યમંત્રી ગેહલોતે પાયલોટ પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ પૂર્વગામી સચીન પાયલોટ પર પૂરી તાકાતથી તૂટી પડયા હોય તેમ પાયલોટને નકામી વ્યકિત અને જેણે રાજયનાં પ્રદેશ પ્રમુખ તરીકે કંઈ જ નકર્યું હોવાનું જણાવ્યું હતુ.
ગેહલોતે પત્રકારો સાથેની વાતચીતમાં બોલતા પાયલોટએ નિકમ્મા, નકારા, બિન ઉપયોગી વ્યકિત તરીકે અને કહ્યું હતુ કે તેણે કયારેય પક્ષના લાભના પ્રશ્ર્નો ઉપાડયા જ નથી. ગેહલોતે જણાવ્યું હતુ કે જે માણસે બાર વર્ષની પોતાની કારકીર્દીમાં ઘણુ બધુ કર્યું હોય તે વ્યકિત આવી રાજરમત રમે તે વિચલીત કરનારી બાબત છે. ગેહલોતે આક્ષેપ કર્યો હતો કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ગબડાવવાનું કાવતરૂ થયું હતુ ૧૨ વર્ષમાં ઘણું સારૂ કરનાર વ્યકિતની આવી રમતથી અસમંજસ ઉભી થાય તે સ્વાભાવિક છે. ગેહલોતે જણાવ્યું હતુ કે તેણે પોતાની સરકાર ગબડાવવાની વાતો શરૂ કરી હતી પરંતુ તેની વાત કોઈ માન્યુ ન હતુ પાયલોટ નિર્દોષ મુખમુદ્રા અંગ્રેજી અને હિન્દી ભાષા પર સારૂ પ્રભુત્વ અને સમગ્ર દેશના માધ્યમો પર પ્રભાવ ધરાવતો વ્યકિત આવું કરી શકે?
રાજસ્થાન એક એવું રાજય છે કે જયાં સાત વર્ષમાં કયારેય પ્રદેશ પ્રમુખ સમિતિનાં પ્રમુખ બદલવાની માંગ કયારેય ઉઠી નથી અમને ખબર છે કે અહી કંઈ જ થતુ નથી અમે જાણી છીએ કે તે નિકમ્મા બિન ઉપયોગી નકારા આળસુ અમે કયારેય પક્ષના હિતમાં પ્રશ્ર્ન ઉઠાવતા જોયો જ નથી તેમ ગેહલોતે જણાવ્યું હતુ. આ પ્રથમ વખત નથી કે અશોક ગેહલોતે સચીન પાયલોટ પર પ્રહારો કર્યા હોય બળવાના અંદેશા સાથેના પત્રો બાદ આવું ઘણીવાર બન્યું હતુ અગાઉ ગેહલોતે જણાવ્યું હતુ કે રૂપાળઊસારો ચહેરો અને સારી રીતે ઈગ્લીશ બોલતા ફાવતું હોય તો એના મતલબ એવું નથી કે રાજકારણમાં પૂરૂ સામર્થ્ય અને પૂર્ણત્વ હોય તેમ એક વખત પાયલોટ અંગે ગેહલોતે જણાવ્યું હતુ.
રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચીન પાયળોટ વચ્ચે આ રાજકીય લડાઈને પગલે રાજસ્થાનનું રાજકારણ અત્યંરે રાજકીય રીતે ઉકળતુ ચરૂ બની ગયો છે.