- વોર્ડ નં.7માં સર્વેશ્ર્વર ચોકથી ડો. યાજ્ઞિક રોડને જોડતા હયાત વોંકળાને ડાયવર્ટ કરી નવુ બોકસ કલ્વર્ટ બનાવવા રૂ. 4.91 કરોડ મંજૂર
- સ્ટેન્ડીંગ બેઠકમાં 68 દરખાસ્તોમાંથી બે નામંજૂર એક દરખાસ્ત પેન્ડીંગ રૂ.191 કરોડનાના વિકાસકામોને બહાલી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્ટેન્ડિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી અને આચારસંહિતાને ધ્યાને લઈ ત્રણ વખત સ્ટેન્ડિંગ બેઠક મુલતવી રાખવામાં આવી હતી . જ્યારે ચૂંટણી પૂર્ણ થતા અને આચારસંહિતા ઉઠતા રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 68 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જેમાંથી 65 દરખાસ્તોને બહાલી પણ મળી હતી અને કુલ રૂપિયા 191 કરોડના વિકાસ કામોને પણ લીલી જંડી મળી છે. મળતી માહિતી મુજબ કુલ દરખાસ્તો માંથી 65 દરખાસ્તો તો મંજૂર કરાય જ્યારે બે દરખાસ્તોને નામંજૂર અને એક દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જૈમિનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આજ સવારે સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં બે દરખાસ્ત તો એવી કે જેને હાલ ના મંજૂર કરવામાં આવી છે જેમાં પ્રથમ તો વોર્ડ નંબર આઠમાં જે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પાણીના મીટર મૂકવામાં આવ્યા છે અને તેના માટે જે ઓપરેશન અને મેન્ટેનન્સ માટેનો જો કોન્ટેકટ હતો તે રદ કરી દેવામાં આવ્યો છે કારણ કે હાલ તેની કોઈ જરૂરિયાત રહેતી નથી પરિણામ સ્વરૂપે આ દરખાસ્તને ના મંજૂર કરવામાં આવી હતી. જ્યારે સર્વેશ્વર ચોક ખાતે મલ્ટી લેવલ પાર્કિંગની હાલ સાંપ્રત સમયમાં કોઈ જરૂરિયાત ન હોવાના કારણે તે દરખાસ્ત ને રદ કરવામાં આવી છે.
વધુમાં તેઓએ વરસાદના સમયે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા હોવાની વાતને સાંભળી જણાવ્યું હતું જ્યારે રાજકોટમાં એક કે બેન્ક જેટલો વરસાદ પડે તો મુખ્ય માર્ગે ઉપર પાણી ભરાતા નથી પરંતુ હવે જે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેને લઈને આ પ્રશ્ન કદાચ ભૂતકાળ પણ બની જશે બીજી તરફ શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સાધનો મૂકવાની દરખાસ્તને પણ મંજૂર કર્યા હોવાનું જણાવ્યું હતું.
ત્યારે શહેરમાં વોર્ડ 8 (પાર્ટ, 11 પાર્ટ, 13 પાર્ટમાં ચંદ્રેશનગર હેડવર્કસ આધારીત વિસ્તારોમાં હાઉસ હોલ્ડ અને બલ્ફલો મીટરના ઓપરેશન અને મેઈન્ટેન્સ તથા રીડીંગ, બીલીંગના કામ માટે રૂ. 58,76,400 મંજૂર કરવામાં આવેલ વોર્ડ નં. 18માં સોલવન્ટ વિસ્તારની જુદી જુદી શેરીઓમાં પેવિગ બ્લોક નાખવાના કામ માટે રૂ.4,54,50,000 મંજૂર કરાયા મોટામવામાં આવેલ ઈલેકટ્રીક સ્મશાનને ગેસ સ્મશાનમાં રૂપાંતરિત કરવાના કામ માટે 1,56,01,021 રૂ. મંજૂર કરાયા.
તથા વોર્ડ નં.18માં ટીપી.12માં આવેલ પાલવ સ્કુલ પાસે 20મી રોડ તથા 24 મી. રોડ ડેવલપ કરવાના કામ અંગે 8,08,65,765 રૂ. મંજૂર કરાયા વોર્ડ નં.18માં ટીપી 12મા આવેલ 20 મીટર રોડ સાંઈબાબા સર્કલથી ગુલાબનગર તથા સાંઈબાબા સર્કલથી શાનદાર 5 24 મી. રોડ ડામર કાર્પેટ કરવાના કામ માટે 3,61,06,307 રૂ. મંજૂર કરાયા, વોર્ડ નં.11માં અમૃત મિશન 2.00 અંતર્ગત મોટામવા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાના કામ અંગે 8,89,52,222 રૂ. મંજૂર કરવામાં આવેલ છે. વોર્ડ નં.18માં લાપાસરી રોડ પર ડામર રીકાર્પેટ કરવાના કામ માટે રૂ. 1,42,25,455 મંજૂર કરાયા સાથોસાથ વોર્ડ નં. 18માં સરદાર ઈન્ડસ્ટ્રીઝમાં 24 મી. રોડ ડેવલપ કરવાના કામ માટે 1,12,93,560 રૂ. સહિતના શહેરના વિકાસ કાર્યોને સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.