બાળપણમાં બને મા-બાપ સમાન,એવા આ શિક્ષક
યુવાનીમાં બને જે પાકા મિત્ર ,એવા આ શિક્ષક
ઘડપણમાં બને જે સહારો, એવા આ શિક્ષક
સપનાઓને સાકર કરાવતા શીખવે, એવા આ શિક્ષક
ગુણ કરતાં મૂલ્યોને સાચવતા શીખવે, એવા આ શિક્ષક
અજાણતા સંબંધો જોડી દે, એવા આ શિક્ષક
ન ગમતું તરત ગમાડી દે, એવા આ શિક્ષક
ખુશીનું મૂલ્ય કરતાં સમજાવે, એવા આ શિક્ષક
ઠોકર વાગતા ઊભા થઈ ચાલતા સમજાવે, એવા આ શિક્ષક
એકલતાનો સહારો બની જાય, એવા આ શિક્ષક
જીવનના રાહને અનોખી રીતે દર્શાવે, એવા આ શિક્ષક
માનવને માનવતા સાથે સરખાવી દે, એવા આ શિક્ષક.