દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટરની પ્રતિમાને ખુબજ ટુંકાગાળામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્વરૂપે ગ્લોબલ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે નામના મળી છે. વિશ્વના સૌથી પ્રસિદ્ધ 100 પ્રવાસન સ્થળોમાં સ્ટેમ્પ્સ ઓફ હા યુનિટીનો સમાવેશ વર્લ્ડ ફેમસ ટાઈમ મેગેઝીન દ્વારા કરવામાં આવેલ છે. શાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેગ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8મી અજાયબીનો દરજ્જો આપવામાં આવેલ છે.
આવા વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે સરકારે સ્ટેટ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટીની રચના કરી છે. કેવડીયાના સંકલિત વિકાસમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રઝ, રિવર રાફ્ટીંગ નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વીયરહાઇ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મિનસ, 50 હોમ-સ્ટે, મા એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, મીરર મેઝ, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી અને ખલવાણી જ ઈકો-ટુરીઝમની યોજનાઓનો સમાવેશ થાય છે. સ્ટેગ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે રૂ.652 કરોડની જોગવાઇની હું જાહેરાત કરૂ છું.
રાજ્યમાં આવેલા ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા યાત્રાધામોના કરી સર્વાગી વિકાસ અને યાત્રાળુઓને પ્રાથમિક સુવિધા આપવા માટેના વિવિધ કામો હાથ ધરવા રૂ.154 કરોડની જોગવાઇ થઇ છે. પાવાગઢ-માંચીના સર્વગ્રાહી વિકાસ માટે રૂ.31 કરોડના પ્રોજેકટનું આયોજન કરાવ્યું છે. જયારે નારાયણ સરોવર-કચ્છના વિકાસ માટે આગામી વર્ષોમાં 230 કરોડના પ્રોજેકટનું તેમજ માતાનો મઢ-કચ્છના વિકાસનો માસ્ટર પ્લાન બનાવી આગામી વર્ષોમાં 225 કરોડના પ્રોજેકટનું આયોજન હાથ ધરાયું છે.