જે મતદાન મથકો ઉપર ઉમેદવારોની સંખ્યા 15થી વધશે ત્યાં બે બેલેટ યુનિટ મુકાશે : કાલ સાંજથી વિધાનસભા બેઠક વાઇઝ જ બેલેટ યુનિટ છપાવવાની કામગીરી શરૂ કરી દેવાશે
વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે કાલે સાંજ સુધીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. અને જે બેઠકોમાં 15થી વધુ ઉમેદવારો મેદાનમાં રહેશે ત્યાં બે બેલેટ યુનિટ મુકવામાં આવનાર છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થવાનું છે. સૌરાષ્ટ્રની બેઠકોમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે. જ્યારે રાજકોટ જિલ્લામાં અગાઉ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગઈકાલે ફોર્મની ચકાસણીની પ્રક્રિયા પુરબ થઈ હતી. ત્યારબાદ હવે આવતીકાલે 17મીએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
આવતીકાલે સાંજ સુધીના કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે. તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. દરેક વિધાનસભા બેઠકના મતદાન મથકોમાં એક મતદાન મથક પર બેલેટ યુનીટ અને ક્ધટ્રોલ યુનીટ મુકવામાં આવતા હોય છે.
બેલેટ યુનીટમાં 1પ ઉમેદવારના નામ અને એક નોટાના બટનનો સમાવેશ થાય છે તેથી જો 16 ઉમેદવાર થાય તો દરેક મતદાન મથક બે બેલેટ યુનીટ મુકવા પડતા હોય છે.
આઠેય બેઠકોમાં 12 ઉમેદવારોના ફોર્મ ક્ષતિને કારણે કરાયા રદ
રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોમાં 12 ઉમેદવારોના ફોર્મ ક્ષતિને કારણે રદ કરી દેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પૂર્વ બેઠકમાં અર્જુનભાઈ ચૌહાણબાય ફોર્મ એ અને બી રજૂ થયું ન હોય, બગડા હસમુખભાઈ દેવજીભાઈ અને ચાવડા ધીરુભાઈની 10 દરખાસ્ત રજુ ન થઈ હોય, અરવિંદભાઈ પરમારનું ફોર્મ નં.26 રજૂ થયેલ ન હોય તેઓના ઉમેદવારી પત્રો રદ કરી દેવામાં આવ્યા છે.
જ્યારે 69 પશ્ચિમ બેઠક ઉપર માત્ર ડમી ઉમેદવારના ફોર્મ જ ગેરમાન્ય રહ્યા છે. 70 દક્ષિણ બેઠક પર જીગ્નેશ મૂછડીયાને 10 ટેકેદાર ન હોય ગેરમાન્ય ઠર્યા છે. 71 ગ્રામ્ય બેઠકમાં શ્રદ્ધા જયંતીલાલે દરખાસ્ત કરનારની સહી રજૂ કરી ન હોય, પારધી સૂરજ નાનજીભાઈએ પણ સહી રજુ ન કરવા સહિતની ક્ષતિઓ કરી હોય ફોર્મ રદ કરાયું છે. 72 ગ્રામ્યમાં અશ્વિનભાઈ જેસાભાઈએ ટેકેદારની વિગતો દર્શાવી ન હોય ગેરમાન્ય ઠર્યા છે. જ્યારે ગોંડલમાં ડમી ઉમેદવારો જ ગેરમાન્ય ઠર્યા છે. જેતપુર બેઠકમાં ગોવિંદભાઇ ડોબરીયાનું ફોર્મ એ તથા બી રજૂ ન થતા, રાજુભાઇ સરવૈયા ભાગ-2 ભરેલ ન હોય ફોર્મ રદ થયું છે. ધોરાજીમાં દિનેશભાઇ પરમારે 10 દરખાસ્તમાં સહી ન હોય, આકાશ અઘેરામાં 10 દરખાસ્ત કરનાર મતવિભાગ ક્ષેત્રના ન હોય ફોર્મ રદ કરવામાં આવ્યું છે.