ટાઇ એક મેન્સ ઍક્સેસરી છે. ટાઇ ફેબ્રિકનો એક લાંબો પીસ છે, જેને નેકમાં પહેરવામાં આવે છે. તેથી જ એને નેકટાઇ કહેવામાં આવે છે. ફોર્મલ વેઅર ડીસન્ટ લુક આપે છે, પરંતુ ટાઇ પહેરવાથી એક કમ્પ્લીટ લુક મળે છે. ટાઇ પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. અને આખરે તો તમારું વ્યક્તિત્વ જ તમારી ઓળખ આપે છે. ટાઇ પહેરવાથી વ્યક્તિત્વમાં નિખાર તો આવે જ છે અને સાથે એક ઉચ્ચ દરજ્જો પણ આપે છે.
પાર્લા (ઈસ્ટ)માં રહેતા ૩૮ વર્ષના મેહુલ શાહ સેનસો ક્રીએશનના ઓનર છે અને એક ડિઝાઇનર પણ છે. તેઓ ઑલ ઓવર ઇન્ડિયામાં નેકટાઇ સપ્લાય કરે છે. મેહુલ ટાઇ વિશે માહિતી આપતાં ખાસ કહે છે, અમે ખાસ કરીને પ્લેન અને સ્ટ્રાઇપની પ્રિન્ટવાળી ટાઇ વધારે બનાવીએ છીએ, જે ક્યારેય આઉટ ઑફ ફેશન થતી નથી. સ્ટ્રાઇપ પ્રિન્ટ ટાઇમાં ક્રોસમાં વાપરવામાં આવે છે. અમે ટાઇના કલર સીઝન-વાઇઝ ફોલો કરીએ છીએ.
ઇન્ડિયામાં મોટે ભાગે ટાઇ સૂટ સાથે પહેરવાનું પ્રિફર કરે છે. સૂટના જે બેઝિક કલર હોય જેમ કે બ્લેક, બ્લુ અને ગ્રે આ કલર સાથે જે કલરની ટાઇ સારી લાગે એ કલર ફોલો કરીએ છીએ. જેમ કે જો ફોર્મલી પહેરવી હોય તો શેડ્સ ઑફ પિન્ક, યલો, બ્લુ જેવા કલરની ટાઇ બનાવીએ છીએ અને જો પાર્ટીવેઅર લુક માટે પહેરવી હોય તો બ્રાઇટ શેડ યુઝ કરીએ છીએ. પ્લેન ટાઇ મોટે ભાગે સેટિન ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે.
ફોર્મલ માટે પ્લેન સેટિન વાપરવામાં આવે છે, જ્યારે પાર્ટી-લુક માટે શિમર સેટિનનો ઉપયોગ કરવામાં આવે છે. જેઓ ઑફિસમાં સૂટ નથી પહેરતા તેમણે ખાસ મીટિંગ કે પ્રેઝન્ટેશનમાં ટાઇ પહેરવી. ટાઇ પહેરવાથી એક ડીસન્ટ લુક આવે છે અને ખાસ ઇમ્પ્રેશન પણ આપે છે, પરંતુ તમને ટાઇ પહેરતાં આવડતી હોવી જોઈએ. અમારી પાસે ઘણા ક્લાયન્ટ છે જેમને ટાઇ રેગ્યુલર પહેરવાની હોય છે, પરંતુ પહેરતા નથી આવડતી. તેમના માટે અમે ખાસ રેડી ટાઇ રાખીએ છીએ. રેડી ટાઇ એટલે જેમાં નોટ કરવાની જરૂર પડતી નથી અને જેમાં પાછળ ઇલેસ્ટિક હોય છે જે માત્ર ગળામાં કોલરની નીચે પહેરી લેવાની હોય છે અને જેઓ ટાઇ પહેરવાના શોખીન છે તેઓ રેડી ટાઇ ક્યારેય ખરીદતા નથી, કારણ કે તેઓ પોતાની ટાઇની નોટ માટે ખૂબ જ પર્ટિક્યુલર હોય છે.
આજકાલ હેક્સ ટાઇ ખૂબ જ ફેશનમાં છે અને યુવાનોમાં એ ઘણી પ્રખ્યાત છે. હેક્સ ટાઇ ખાસ કરીને પ્લાસ્ટિક ઍક્રિલિકમાં બનાવવામાં આવે છે અને એમાં સોલિડ કલરનો જ ઉપયોગ થાય થાય છે જેમ કે ચોકલેટ બ્રાઉન, બ્લડ રેડ, બ્લેક, ડાર્ક રાની વગેરે. આવી ટાઇ પાર્ટીઝમાં વધારે ચાલે છે. હેક્સ ટાઇ દેખાવમાં ખૂબ જ નીટ લુક આપે છે, પરંતુ પ્લાસ્ટિક ઍક્રિલિકમાં બનાવેલી હોવાથી એ સ્ટિફ રહે છે. હેક્સ ટાઇ પ્લેન અથવા પ્રિન્ટેડ હોય છે. કયા ફંક્શનમાં જવાનું છે એના પર એ ડિપેન્ડ કરે છે.
મળો ટાઇના આશિકોને
ટાઇમાં બે પ્રકાર આવે છે જેમ કે થિક ટાઇ અને થિન ટાઇ. ટાઇનું સિલેક્શન એક આવડત માગી લે છે. રાજ આગળ જણાવતાં કહે છે, જો તમારી હેવી બોડી હોય તો તમે થિક ટાઇ પહેરી શકો અને જો પ્રોપર ફિઝિક હોય તો તમે થિન ટાઇ પહેરી શકો. ટાઇમાં ૩ જાતની નોટ આવે છે જેમ કે બ્રિટિશ નોટ, અમેરિકન સિંગલ નોટ અને અમેરિકન ડબલ નોટ. જો તમે થિન ટાઇ પહેરવાના હો તો તમે બ્રિટિશ નોટ કરી શકો અને થિક ટાઇમાં અમેરિકન સિંગલ અને ડબલ નોટ એમ બન્ને કરી શકાય. ટાઇ તમને ફોર્મલ લુક તો આપે જ છે સાથે-સાથે પાર્ટી લુક પણ આપી શકે. એ એના પર ડિપેન્ડ કરે કે તમે ટાઇની પ્રિન્ટ કેવી સિલેક્ટ કરો છો.
રાજ ભગત પાસે લગભગ ૩૦૦ જેટલી ટાઇ છે, જેમાં ફોર્મલ અને પાર્ટીલૃવેઅર બન્ને આવી જાય. ટાઇની પ્રિન્ટ વિશે જણાવતાં રાજ કહે છે, પ્લેન અને જ્યોમેટ્રિક પ્રિન્ટવાળી ટાઇ તમે ફોર્મલી પહેરી શકો અને ફ્લેશી ટાઇ અથવા જે ટાઇમાં કાર્ટૂન કેરેક્ટર કે કારની પ્રિન્ટ હોય એવી ટાઇ તમે પાર્ટીમાં પહેરી શકો. ડેઝિગ્નેશન પ્રમાણે મારે હંમેશાં ફોર્મલ જ કપડાં પહેરવાં પડે છે, પરંતુ જ્યારે કોઈ ખાસ મીટિંગ કે પ્રેઝન્ટેશન હોય છે ત્યારે હું ટાઇ પહેરવાનું પસંદ કરું છું.
વિરલનું માનવું છે કે ટાઇ તમને સ્ટાઇલિશ લુક આપે છે અને પર્ફેકટ પહેરવામાં આવેલી ટાઇ તમારી આખી પર્સનાલિટી ચેન્જ કરી નાખે છે. મારી ટાઇ હું ઓકેઝન પ્રમાણે સિલેક્ટ કરું છું જેમ કે મીટિંગ અને પ્રેઝન્ટેશનમાં મારી ટાઇ હું મારા શર્ટ કે ટ્રાઉઝર સાથે મેચ કરું છું.
એ એના પર ડિપેન્ડ કરે કે ટાઇનો કલર કેવો છે. અને કેઝ્યુઅલ આઉટિંગ, ડિનર કે પાર્ટી માટે હું કોન્ટ્રાસ્ટ ટાઇ પહેરવાનું પસંદ કરું છું જેમાં કોઈ સ્માર્ટ આર્ટ હોય જેમ કે કાઇટ્સ, કાર્ટૂન, કાર કે કાર્ડની પ્રિન્ટ હોય. વિરલ પાસે વીસ જેટલી ટાઇ છે, પરંતુ ગ્રેટ ફેશન-સેન્સ હોવાને કારણે તેની ટાઇ ક્યારેય રિપીટ થાય એવું લાગતું નથી. તેઓ કહે છે, ટાઇ પહેરવાથી ઇમ્પ્રેસિવ અને પ્રોફેશનલ લુક આવે છે.
આથી ખાસ મીટિંગ માટે હું ટાઇ પહેરવાનું પ્રિફર કરું છું. ટાઇ પહેરતી વખતે મારાં કપડાંના કલર-કોમ્બિનેશન પર હું વધારે ધ્યાન આપું છું. જેમ કે જો મારું શર્ટ લાઇટ કલરનું હોય તો હું ડાર્ક કલરની ટાઇ પહેરું છું અને જો શર્ટ ડાર્ક કલરનું હોય તો લાઇટ કલરની ટાઇ પહેરું છું જે મારા ટ્રાઉઝર સાથે મેચ થતી હોય. જ્યારે તમે ટાઇ પહેરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમે તમારાં શૂઝ અને બેલ્ટ મેચ કરો એટલે કે સેમ કલરનાં હોવાં જોઈએ જેથી એક બેલેન્સ્ડ લુક મેઇન્ટેન થાય.