મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કૃત્ય કર્યું : ગોરસરના શખ્સે બનાવટી ઇલે. દસ્તાવેજ પણ બનાવ્યા હતા
મુખ્યમંત્રીની સ્પીચમાં ચેડા કરી સોશ્યલ મિડિયામાં વાયરલ કરનાર ગોરસરનો શખ્સ ઝડપાયો છે. મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બનાવટી ઇલેક્ટ્રોનીક દસ્તાવેજ પણ બનાવ્યા હતાં.
માધવપુર પો.સ્ટે.ના એ.એસ.આઇ. એ.એસ.અગ્રાવતને સોશ્યલ મિડિયાના માધ્યમથી જાણવા મળેલ કે વિવેક હરદાસભાઇ પરમાર નામે યુ-ટ્યુબ ચેનલ વિવેક પરમાર તેમજ તેની pro link-https://www.facebook.com/parmar.vivek.7334 D‘f parmar vivek (VK fun)facebook id 10007716577644 ગુજરાતના મુખ્યમંત્રીની અસલ સ્પીચના કેટલાક અંશોનો ઉપયોગ કરી તેઓના પદની પ્રતિષ્ઠાને નુકશાન અને હાની પહોંચાડવાના ઇરાદાથી બનાવટી ઇલેક્ટ્રોનીક દસ્તાવેજ બનાવી સોશ્યલ મિડિયામાં પો.સ્ટ.કરી સોશ્યલ મિડિયાના માધ્યમથી વાયરલ કરી માનહાની થાય તેવું કૃત્ય કરેલ હોવાનું જણાય આવતા વિવેક હરદાસભાઇ પરમાર વિરુધ્ધ ગુનો દાખલ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી એલ.સી.બી. પીએસઆઇ એન.એમ.ગઢવી તથા માધવપુર પો.સ્ટે.ના પીએસઆઇ એચ.બી. ધાંધલ્યા તથા એ.એસ.આઇ. એ.એસ.અગ્રાવત તથા લોકરક્ષક નાગાજણભાઇ રાજાભાઇ તથા ચંદ્રજીતસિંહ અરસીભાઇ તથા સંજયભાઇ લખમણભાઇ સહિતનાએ કરી હતી.