આવતીકાલથી વામકૂક્ષી, કુવાડવા પાસે, બસંત બહારની બાજુમાં, વાંકાનેર રોડ પર, તળાવના કિનારે ઘનશ્યામ ગૂ‚જીની ૨૭૦મી ચાર દિવસીય નિ:શૂલ્ક આધ્યાત્મિક શિબિરનો પ્રારંભ થવાનો છે.
શાંતિનો અનુભવ કરવા માટે નૈસર્ગિક વાતાવરણમાં યોજાનાર આ શિબિરમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. શિબિરમાં રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામા આવી છે. શિબિરનાં વકતા, ઘનશ્યામ ગૂરૂજીએ ‘અબતક ચાય પે ચર્ચા’ શોમાં આધ્યાત્મિક વાતો કરી હતી.
જીવન જીવવું સરળ છે
ઘનશ્યામ ગુરૂજીએ જણાવ્યું હતુ કે જીવન સારી રીતે જીવવું જરાય અધરૂ નથી, જીવન જીવવું ખૂબજ સહેલું છે. પરમાત્માએ જીવન આપ્યું છે. સાથે જીવન જીવવાની સાચી રીતો પણ આપી છે. મારા મંતવ્ય પ્રમાણે જીવન સરળ છે. માણસ કોઈ પણ વિષયને અધરો કરવામાં માહિર છે. તેથી તેને જીવન અધ‚ લાગે છે.
શિબિર આળસુ લોકો માટેનો મંચ નથી
ધર્મ અને ધર્મગંથોએ આપણને વધૂ એકટીવ કરવા માટેના રસ્તાઓ બતાવ્યા છે. પરંતુ આપણે કાઈ નહિ કરવાની કળા શીખીને આળસુ બની ગયા છીએ ધર્મગ્રંથોમાં એવું ઘણુ બધુ પડયું છે. જેનાથી સ્ફૂર્થી મળે હું હંમેશા શિબિરમાં કહુ છું કે શિબિર એ આળસુ લોકો માટેનો મંચ નથી શિબિરએ માત્ર કર્મનિષ્ઠ લોકો માટે છે.
વિચારને પકડવો જરૂરી
‘વીજળીના ચમકારે મોતી પરોવો પાનબાઈ’ આ પાનબાઈની પંકિત છે. આપણે વિચારો ઘણાબધા કરીએ છીએ. ઘણા બધા વિચારો જવા પણ દઈએ છીએ આપણને એવું થાય કે આ વિચાર પકડવા જેવો છે. પરંતુ તે વિચાર આપણે સહેજ પણ પકડતા નથી કહેવત એમ કહેવા માંગે છે કે વિચારને પકડો. તે વિચાર પર નિર્ણય લઈને કામે લાગી જઈએ તો બેડો પાર થઈ જાય.
શિક્ષણનાં ત્રણ તબકકા
શિક્ષણનાં ત્રણ તબકકા છે. સ્થુળ, કર્તવ્ય અને સુક્ષ્મ, સ્થુળ ભાગ એવું શિખવે છે કે બીજા પાસેથી શિક્ષણ કઈ રીતે મેળવવું જોઈએ કર્તવ્ય એ ફરજ શિખવે છે. સુક્ષ્મભાગ એ શિખવે છે કે હું જગત માટે શુ કરી શકું છુ? કોલેજો, યુનિવર્સિટીઓ કે સ્કૂલો બધા જ સ્થુળ ભાગને જ ધ્યાનમાં રાખે છે.
શિબિરમાં જોડાયા બાદ બાકીનાં દિવસોમાં ઉત્સાહભેર કામ થઈ શકે
એક ભાઈ અમારી છેલ્લી ૬૦ શિબિરથી ભાગ લઈ રહ્યા છે. તેઓનું કહેવું છે કે તેઓ શિબિરમાં ભાગ લીધા બાદ બાકીના દિવસોમાં ઉત્સાહભેર કામ કરી શકે છે. તેઓને એક ટોનીક મળે છે. આમ દરેક વ્યકિતએ આધ્યાત્મિક વિચારો માટે સમય કાઢી ચાર્જ અપ થવું જરૂરી
ભૌતિક સુખ તરફની આંધળી દોટ
ભૌતિક વસ્તુ સુખ શાંતી આપી શકતી નથી આ સનાતન સત્ય છે. માતા પિતા પણ સંતાનને ભૌતિક સુખ કેવી રીતે વધુ મળે તે તરફ દોય મૂકતા હોય છે. આ તેઓની ભૂલ છે. ભૌતિક સુખમાં રહેલો માણસ અંતે વેદના અને વ્યથા અનુભવે છે. હાલ યોગનો ક્રેઝક વધ્યો છે. જેથી માતાપિતા બાળકોને યોગમાં લઈ જાય છે. અને જાણ્યે અજાણ્યે એક ગાડરીયા પ્રવાહમાં જોડાઈ જાય છે.
સૌરાષ્ટ્રમાં મને શાંતિનો અદભૂત અનુભવ થાય છે
સૌરાષ્ટ્રના લોકોએ મને પોતિકો કરી લીધો છે. સૌરાષ્ટ્રમાં હું વિરમગામ છોડીને આ બાજુ આવું ત્યારે મને એક શાંતિનો અદભૂત અનુભવ થાય છે. અને લાગણીઓ ઉત્પન્ન થાય છે. જયારે જિલ્લા અને તાલુકામાં શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હું તાલુકાની પસંદગી કરવામાં વધુ મહત્વ આપું છું, ગામડાઓમાં શિબિરનું આયોજન થાય ત્યાં હું પહેલા જાવ છું.
મારા પિતાનું અલૌકિક જીવન પ્રેરણાદાયી હતુ
મારા ગુરૂમારા પિતાજી છે. તેમનું અલૌકિક જીવન મારા માટે પ્રેરણાદાયી હતુ જયારે હું ગૂ‚કુળમાં ભણતો ત્યારે તેઓ પોસ્ટકાર્ડ લખત હતા પોસ્ટકાર્ડમાં એડ્રેસની બાજુના ભાગમાં તેઓ લખતા કે સા‚ જીવન જીવજો, બીજા લોકો માટે કાર્ય કરજો, આપણુ કર્તવ્ય શું છે તે કયારેય ભૂલતા નહી તેઓએ ડગલે ને પગલે મારામાં જ્ઞાન પિરસ્યું છે. જેને મારા ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
શાસ્ત્રી ધર્મજીવનદાસ મારા આધ્યાત્મિક ગૂરૂ
સિધ્ધ સમાધી અને યોગમાં મે પ્રવેશ કર્યો એટલે મને ત્યાંથી પ્રેરણા પણ મળી હતી ગૂ‚કુળના શાસ્ત્રી ધર્મજીવનદાસ મારા આધ્યાત્મિક ગૂ‚ છે. તેમનામાંથી મને ધણી પ્રેરણા મળી છે. તેઓ કહેતા કે ‘તમને શોભે તેવું કાર્ય કરજો’
ભગવાને આપણને બાદશાહ જ બનાવ્યા છે
આજના સમયનાં કોઇને સંતોષ નથી પહેલાના સમયમાં આર્થિક સુખ ન હતું. અત્યારે બધુ લકઝરીયસ હોવા છતાં માણસ પોતાની જાતને ખાલી અનુભવે છે. ભૌતિક સુખ તરફથી દોટથી ઘણાં પ્રશ્ર્નોનો ઉદભવ થયો છે. ભગવાને આપણને બાદશાહ જ બનાવ્યા છે. આપણું શરીર પંચકોષનું બનેલું છે. આપણે કોઇપણ વ્યકિતને પૂછીએ કે કેમ છો ? સામેથી જવાબ મળશે મજામાં છું હકિકતમાં મજા છે ખરી ? મનુષ્ય ધારે તે કરી શકે છે.
રૂદનમાં વાસ્તવિકતા છે હસવામાં અભિનય છે
અમારી જીંદગીનો આ સરળ સીધો પરિચય છે. રોગોનો આપણે સામેથી આમંત્રિત કરીએ છીએ ત્યારે મનુષ્ય ધારે તો એમાંથી બહાર નીકળી શકે છે. આરામ એ કાર્ય કરવામાં મળે છે કામ ન કરવાથી બીજો હંમેશા વધે જ છે. જે પાત્ર ભજવે એને જ હંમેશા વધુ કામ કરવાનું આવે છે. એ તો નસીબની વાત છે એ સાર વાત છે.
જવાબદારીનો અભાવ
રાજકોટમાં જયારે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે જે કામ ૬ વર્ષે પણ ન થઇ શકે એ જ કામ ૬ કલાકમાં થયું હતું. બધા મુખ્ય માર્ગો નીટ એન્ડ કલીન કરી નાખ્યા હતા. આખું ભારત જવાબદારી પૂર્વક જો ર કલાક કામ કરે તો એક ‚પિયાના ખર્ચ વગર ભારત સ્વચ્છ થઇ શકે છે. એમાં જવાબદારીનો અભાવ વછે જે આપણને આ કામ કરવા દેતો નથી.
પાનબાઇ અને મિરા પ્રેરણાનું ઝરણું છે
પાનબાઇ પાસેથી જેટલી શિખ મેળવી એટલી ઓછી છે. મીરા વિશે પણ મેં ઘણા કાર્યક્રમો કરેલા છે. મીરાનું પાત્ર ખુબ અનોખુ અને ઉત્સાહિત કરે એવું છે. મીરા એટલે પ્રેમની મૂર્તિ “જો દે સો ખાવુ, જો પહેરાવે સો પહેનું અને જો બેચે તો બીક જાવું આ વાક્ય મીરાની શરણાગતિ નો ઉલ્લેખ કરે છે.