સમય મર્યાદામાં તપાસનીશો ચાર્જશીટ રજુ ન કરતાં ડીફોલ્ડ બેલનો લાભ આપતી કોર્ટ
શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક પવન પુત્ર ચોક પાસે દુકાનમાં આઠ વર્ષના બાળક પર સૃષ્ટી વિરુઘ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં જેલ હવાલે રહેલા એમ.પી. ના શખ્સની જામીન અરજી અદાલતે મંજુર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ મુળ એમ.પી. ના વતની અને હાલ રાજકોટના સોરઠીવાડી નજીક રહેતા ઇમાનભાઇ બાબુભાઇ બારીયાનો આઠ વર્ષના પુત્ર પર સૃષ્ટી વિરુઘ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતાર્યાની બીટુકુમાર ચમનસિંહ કશ્યપ નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બીટુકુમાર ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેથી હવાલે કર્યા હતા. ચાર્જશીટ ન થતાં બીટુકુમારે તેના એડવોકેટ મારફતે ડીફોલ્ડ બેલ (જામીન અરજી) દાખલ કરી હતી.
જામીન અરજીની સુનાવણી વખતે આરોપીના એડવોકેટ અશ્ર્વીન ગોસાઇએ જણાવેલું કે તપાસનીસ અધિકારી સમય મર્યાદામાં ચાર્જશીટ ન કરે ત્યારે કોઇપણ જાતના ગુણદોષને ઘ્યાને લીધા સિવાય જામીન ઉપર મુકત કરવા જોઇએ અહીં ૯ર દિવસ થયા છતાં તપાસનીશ અધિકારીએ ચાર્જશીટ ન કરીને બેદરકારી દાખવેલી હોય. જેથી ત્હોમતદારને ડીફોલ્ટ બેલનો લાભ આપી જામીન ઉપર મુકત કરવો રજુઆત કરી છે. એડવોકેટ ની દલીલ ઘ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીની ડીફોલ્ટ બેલ (જામીન) ઉપરછોડવાનો હુકમ કર્યો.
ઉપરોકત ગુન્હામાં ત્હોમતદારવતી રાજકોટના ધારાશાસ્ત્રી પિયુષભાઇ શાહ, અશ્ર્વીનભાઇ ગોાસઇ, નિવિત પારેખ, નીતેષ કથીરીયા, હર્ષીલ શાહ, જીતુ ધુળકોટીયા, રવિ મુલીયા, વિજયસિંહ પટ્ટગીર તેમજ નેહાબેન વ્યાસ રોકાયેલા હતા.