પાછલા સાત વર્ષથી દરરોજ આ વ્યક્તિ વિધાનસભાના ગેટ સામે આવીને કોઈની પણ પરવા કર્યા વગર ભારતીય તિરંગાને સેલ્યૂટ કરીને રાષ્ટ્રગીત ગાય છે. દરેક દિવસે જેવા જ ઘડિયાલમાં 9.30 વાગે છે, હિરાલાલ સમંતા તિરંગા સામે ઉભા થઈને ફેન્સી હેટ લગાવીને ‘જન ગણ મન…’ ગાવાનું શરૂ કરી દે છે. હિરાલાલ હઝરતગંજની એક હોટલમાં કામ કરે છે.
‘બંગાળી બાબા’ના નામથી ફેમસ હિરાલાલ યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના જગાવવા અને રાષ્ટ્રગાન સમયે ઉભા થાય તે માટે આવું કરે છે. તેમને જણાવ્યું કે, “હું મારા દેશથી પ્રેમ કરૂ છું અને ઈચ્છું છું કે આપણને ખુબ જ પરિશ્રમથી જે સ્વતંત્રતા મળી છે લોકો તેનું આદર કરે.”
આવું કરવાની આઈડિયા તેમને એક મૂવી હોલમાં ફિલ્મ દેખતી સમયે રાષ્ટ્રગાન ગાતી વખતે આવ્યો. હાવડાના એક નાના ગામડાના રહેવાસી હિરાલાલ 2010માં નોકરી માટે લખનઉ આવ્યા હતા. ત્યારથી જ કામ પર જવાથી પહેલા રાષ્ટ્રગાન ગાવું તેમની દિનચર્યામાં સામેલ થઈ ગયો છે. ત્રણ વાર ‘વંદે માતરત’ બોલ્યા બાદ તેઓ દેશભક્તિની ભાવનાથી ભરાઈ જાય છે, ત્યાર બાદ તેઓ રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરે છે. તેમને જણાવ્યું કે, ‘શરૂઆતમાં કેટલાક પોલીસવાળાઓ હેરાન રહી ગયા અને મને આવું કરવા પાછળનું કારણ પૂછવા લાગ્યા. પરંતુ જ્યારે તેમને મને રોજ આવું કરતાં દેખ્યો તો તેમને મારા વખાણ કરતાં કહ્યું અને કહ્યું, બંગાળી બાબા સારૂ કામ કરી રહ્યાં છો.’
હિરાલાલ ઓપી નૈય્યરના ફેન છે અને તેમની જેમ જ હેટ પહેરે છે. તેમની હેટ પર તિરંગા બનેલો છે. તેમને જણાવ્યું કે, “મારી તિરંગાવાળી ત્રણ હેટ છે અને તેમને હું ક્યારેય જમીન પર રાખતો નથી