અફસર બીટીયાના સંચાલકે આપેલો રૂ. ૨૯.૫૦ લાખનો ચેક રિટર્ન થયો’તો
એસ્ટ્રોન ચોકમાં આવેલા અફસર બીટીયા નામની પેઢીના સંચાલક રાજેશ ગાંધીએ ચા‚ પબ્લીસિટીને આપેલો રૂ. ૨૯.૫૦ લાખના ચેક રિટર્નના કેસમાં સમાધાન કરી સમાધાન પેટે આપેલો રૂ. ૧૮ લાખનો ચેક પણ રિટર્ન થયા બાદ અદાલતે વોરન્ટ ઇસ્યુ કર્યુ હતુ. વોરન્ટની બજવણી કરી પોલીસે રાજેશ ગાંધીને કોર્ટમાં રજુ કરતા તેને જેલ હવાલે કર્યો છે.અફસર બીટીયાના સંચાલક રાજેશ ગાંધીએ ચારૂ પબ્લીસિટી દ્વારા જુદા જુદા અખબારમાં જાહેર ખબર પ્રસિધ્ધ કરાવી તેના બીલ પેટે આપેલો રૂ. ૨૯.૫૦ લાખનો ચેક રિટર્ન થયો હતો. ચેક રિટર્ન કેસમાં રાજેશ ગાંધીએ સમાધાન કરી રૂ. ૧૮ લાખનો ચેક આપ્યો હતો તે ચેક પણ રિટર્ન થતાં અદાલતમાં કરાયેલી રજૂઆતના પગલે અદાલતે રાજેશ ગાંધીની ધરપકડ કરવા વોરન્ટ ઇસ્યુ કર્યુ હતું.રાજેશ ગાંધી મોટી ટાંકી ચોકમાં આવ્યો હોવાની ચારૂ પબ્લીસિટીના માલિક હરીશભાઇ પારેખને થતા તેઓએ ક્રાઇમ બ્રાન્ચની મદદથી વોરન્ટની બજવણી કરી રાજેશ ગાંધીને કોર્ટ હવાલે કર્યો હતો. અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.