વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ 100 રૂપિયા મોકલે…. જાણીને લાગે નવાઈ !! પણ હક્કીતમાં એક શખ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 100 રૂપિયા મોકલ્યા છે. આ પાછળનું કારણ જાણી તમને જરૂર આશ્ચર્ય થશે પણ આ સાથે પીએમ મોદીના ઘણાં ચાહકોને ગુસ્સો પણ આવશે. 100 રૂપિયા મોકલવા પાછળનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢી છે. અને એ પણ આ 100 રૂપિયા મોકલનાર ચા વેચનાર વ્યક્તિ જ છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની દાઢીને લઈ છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં રહ્યા છે. ઘણા કટાક્ષ સાથે તો ઘણાં મજાક સાથે મેસેજ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ત્યારે તાજેતરમાં ચા વેચનારા એક શખ્સે પીએમ મોદીને 100 રૂપિયા મની ઓર્ડર કરતા આ શખ્સની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

Tea manકોણે મોકલ્યા વડાપ્રધાન મોદીને 100 રૂપિયા ??

મહારાષ્ટ્રના બારામતીના ચા વેચનારા એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 100 રૂપિયાના મની ઓર્ડર મોકલીને આ પૈસાથી હજામત કરાવવા કહ્યું છે. આ ચા વેચનારનું નામ અનિલ મોરે છે. જેણે 100 રૂપિયાના મની ઓર્ડરને હજામત માટે પીએમ મોદીને મોકલ્યા છે. કોરોના અને લોકડાઉનને કારણે લોકોના કામ સ્થિર થઈ ગયા છે અને આથી નાખુશ અનિલ મોરેએ કહ્યું કે જો પીએમ મોદીએ કંઈક વધારવું હોય તો દેશના લોકો માટે રોજગારની તકો વધારવી જોઈએ.

અહેવાલ અનુસાર ઈન્દરપુર રોડ પર સ્થિત એક ખાનગી હોસ્પિટલની સામે ચાની દુકાન ચલાવનારા અનિલ મોરે કહે છે, કે ‘પીએમ મોદીએ દાઢી લાંબી કરી છે. જો તેઓએ કંઈક વધારવું જોઈએ, તો તે આ દેશના લોકો માટે રોજગારની તકો હોવી જોઈએ. વસ્તી માટે રસીકરણ ઝડપી બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ અને હાલની તબીબી સુવિધાઓને વધારવાના પ્રયાસો કરવા જોઈએ. વડાપ્રધાને ખાતરી કરવી જોઈએ કે લોકડાઉનને કારણે લોકોને તેમની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે કે કેમ ??

આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન પદ દેશનું સર્વોચ્ચ પદ છે. તેમણે કહ્યું, ‘મારા વડાપ્રધાન માટે મને ખૂબ માન અને આદર છે. હું તેને મારી બચતમાંથી 100 રૂપિયા મોકલી રહ્યો છું. જેથી તે પોતાની હજામત કરી શકે. તે સર્વોચ્ચ નેતા છે અને મારો તેમને દુ:ખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ રોગચાળાને કારણે ગરીબોની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, એ તરફ પણ વડાપ્રધાને ધ્યાન દોરવું જોઈએ. અને આ તેમનું ધ્યાન આકર્ષિત કરવાનો એક માર્ગ છે. અનિલ મોરેએ વડાપ્રધાનને લખેલા પત્રમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયા અને લોકડાઉનથી અસરગ્રસ્ત પરિવારોને 30000 રૂપિયાની આર્થિક સહાય આપવા પણ વિનંતી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.