ખાનગી બસ રોકી પોલીસને એમ.પી.ના શખ્સ પાસેથી સાત નંગ પિસ્તોલ અને પપ કાટીન્સ મળી આવી: કુલ રૂ. 1.16 લાખનો મુદામાલ કબ્જે

રાજયની એ.ટી.એસ. ટીમ દ્વારા ગેરકાયદેસ હથિયાર અંગે બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં દરોડા પાડી 100 થી વધુ પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે માથાભારે શખ્સોની ધરપકડ કરાયા બાદ વધુ હથિયારો પકડી પાડવા માટે સ્થાનીક પોલીસ દ્વારા જાર રખાયેલી તપાસ અંતર્ગત ગઇકાલે સાયલા સર્કલ પાસેના એમ.પ.ના શખ્સને રીવોલ્વર અને કારતૂસ સાથે ધરપકડ કરાયેલી પુછતાછ માં રાજકોટના શખ્સને ડીલેવરી આપવા જતો હોવાની કબુલાત આપી હતી.

આ અંગેની મળતી વિગતો અનુસાર સાયલા પોલીસ સર્કલ પાસે સવારે વાહન ચેકિંગમા હતી. તે દરમિયાન અમદાવાદ તરફથી આવતી ટ્રાવેલ્સ બસ રોકાવી ચેકિંગ હાથ ધર્યુ હતું. ત્યારે એક થેલામાં અલગ અલગ પ્લાસ્ટિકની કોથળીઓમાં મુકેલી કુલ સાત નંગ પીસ્ટલ અને જીવતા કાર્ટીસ તથા ખાલી મેગઝીન મળી આવ્યા હતા. આ હથિયાર સાથે પોલીસે બસમાં બેઠેલા રાજેશ સાલગભાઈ સેન (રહે સિંધાના જીલ્લો, મધ્ય પ્રદેશ)ને ઝડપી લીધો હતો. તે દરમિયાન તેની પૂછપરછ કરતા તેણે હથિયાર આપનાર જગતસરદાર (રહે ગામ સિંધાના, જીલ્લો ધાર મધ્યપ્રદેશ) પાસેથી લઈ રાજકોટ કોઈને પહોંચાડવા માટે આપ્યા હોવાનું જણાવ્યું હતું.

આ હથિયાર કોણ લેવા માટે આવવાનું હતું તેની મને ખબર નથી.તેવુ પોલીસ સમક્ષ જણાવવામાં આવ્યું હતું. સાત નંગ પિસ્ટલની કિંમત રૂ.105000, રૂ. 55000ની કિંમતના 55 નંગ જીવતા કાટીન્સ તથા રૂ. ર400ની કિંમતના 1ર નંગ ખાલી મેગેઝીન ઉપરાંત રોકડા રૂપિયા ર800,એક મોબાઇલ મળી રૂ.1,16,ર00નો મુદ્દામાલ સાયલા પોલીસે કબજે કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.