ખાસ પ્રકારના હથિયાર, સેન્શર અને સેલ્ફ ડીફેન્સ સીસ્ટમથી સજજ કવરતી જહાજને રડારમાં પકડવું મુશ્કેલ
ભારતીય નૌકાદળના અતિમહત્વકાંક્ષી એવા પ્રોજકેટ-૨૮ હેઠળ કવરતી જહાજનું નિર્માણ
સરંક્ષણ ક્ષેત્રે ભારતની ત્રણેય પાંખોની ઉડાન દિવસેને દિવસે મજબૂત થઇ રહી છે. જેમાં નૌસેના માટેના ઘણાં પ્રોજેકટો સફળ રીતે અમલી બનાવાયા છે ત્યારે પ્રોજેકટ-૨૮ હેઠળ આજે ભારતીય નેવીમાં આઇએનએસ કવરતી જહાજ સામેલ કરવામાં આવ્યું છે. સબમરીનના કાળ તરીકે નેવીમાં સામેલ થયેલુ આ જહાજ વ્યુહાત્મક દ્રષ્ટિએ ખૂબ જઅગત્યતા ધરાવે છે. જેમાં ખાસ પ્રકારના હથિયાર અને સેન્શન શુટ લગાવવામાં આવ્યા છે. આ જહાજ પનડુબ્બીની શોધ અને તેનો પીછો કરવામાં સક્ષમ છે. આઇએનએસ કવરતીમાં સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ પણ ઉભી કરાઇ છે. અને દુશ્મનોની નજરમાંથી તેને છુપાવી પણ શકાય છે.
આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આ સ્વદેશી કોર્વેટને નેવીનો હિસ્સો બનાવવામાં આવી છે. આઇએનએસ (ઇન્ડિયન નેવી શીપ) કવરતીએ તેના તમામ ટ્રાયલ સફળ રીતે પુરાં કરી લીધા છે. અને તે એક કોમ્બેટ-રેડી પ્લેટફોર્મ તરીકે નેવીમાં સામેલ થયું છે. આ જહાજની ડિઝોઇન ડાયરેકટોરેટ ઓફ નેવર ડિઝાઇન દ્વારા તૈયાર કરાઇ છે. અને કોલકતાના ગાર્ડન રિચર્સ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જીનીપર્સ દ્વારા બનાવાયું છે.
આઇએનએસ કવરતી નેવીના અતિ મહત્વપૂર્ણ પ્રોજકેટ એવા પ્રોજેકેટ-૨૮ હેઠળ નિર્માણ પામ્યું છે. વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલ આ પ્રોજેકટનું આ કવરતી જહાજ અંતિમ છે. જેનો ૯૦% હિસ્સો સ્વદેશી જ છે એટલે ૯૦% નિર્માણ કાર્ય ભારતમાં જ થયું છે. જેમાં કાર્બન કમ્પોઝિટ્સ ઉપયોગમાં લેવાયા છે. જે ભારતીય શીપબિલ્ડીંગની એક મોટી ઉપલ્બિંધ સમાન છે. વર્ષ ૨૦૧૫માં આઇએનએસ કવરતીને લોન્ચ કરવામાં આવ્યું હતું. જે તૈયાર થઇ આજે નૌસેનામાં સેવા ફરજ માટે સામેલ થઇ ગયું છે.
આઇએનએસ કવરતીની વિશેષતાઓ
- આઇએનએસ કવરતી પનડુબ્બીનો ‘કાળ’ બનશે
- પનડુબ્બીઓને શોધી તેનો પીછો કરવામાં કવરતી જહાજ માહેર
- દુશ્મનોની નજરમાંથી બાકાત રહેવા કવરતી જહાજ સક્ષમ
- એન્ટી સબમરીન જહાજ સેલ્ફ ડિફેન્સ સિસ્ટમથી સજજ
- રડારની પકડમાં લાવવું મુશ્કેલ
- ૨૫ નોટસની ઝડપ, ૧૦૯ મીટર લંબાઇ
- ૪ ડિઝલ એન્જિન હોવાથી ૩૦૦૦ કિલોવોટ ઉર્જા પેદા થશે
- આઇએનએસ કવરતીનું ૯૦% નિર્માણ ભારતમાં જ થયું છે.