ભારતીય ટીમે પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મોહાલીના મેદાન પર ભારતીય ટીમની 27 વર્ષની રાહનો પણ અંત આવ્યો. ત્યારે વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમને ધ્યાને લઈ આવતા બે મેચ ખૂબ મહત્વના નિવડશે. ત્યારે મોહમ્મદ સામી સૂર્યકૂમારી યાદવ ઋતુરાજ ગાયકવાડના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સિલેકટરોની ચિંતા હળવી થઈ છે.
આવતીકાલે નાગપુર ખાતે રમાશે બીજો વનડે : પ્રથમ વનડેમાં ભારતનો 5 વિકેટથી વિજય
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરંતુ તે હજુ પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરે છે. ભારતીય ટીમને વર્લ્ડ કપ દરમિયાન મિડલ ઓર્ડર બેટિંગને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટીમ ઈન્ડિયા 22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમવાની શરૂ કરી છે. આ સીરિઝ દરમિયાન તેની પાસે પોતાની સમસ્યાઓનો અંત લાવવાની સારી તક હશે. ટીમ ઈન્ડિયાને લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટીમ બેલેન્સમા શ્રેયસ ઐયર, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગાયકવાડ અને ઠાકુરનું વિશ્વકપમાં રમવું કપરૂ સાબિત થશે. બંને વન-ડેમાં જે ખેલાડીઓને તે તેમને વિશ્વ કપ માટે ઉપયોગી નીવડશે.
મિડલ ઓર્ડર મહત્વનો
ભારતીય ટીમે જલદી મિડલઓર્ડર બેટ્સમેનોને સેટ કરવા પડશે. ટીમ ઈન્ડિયા લાંબા સમયથી નંબર 4ની સમસ્યાનો સામનો કરી રહી છે. કેએલ રાહુલે એશિયા કપ 2023 દરમિયાન પાકિસ્તાન સામે નંબર 4 પર બેટિંગ કરતી વખતે સદી ફટકારી હતી. તેમને જોઈને આપણે કહી શકીએ કે આ સમસ્યા હલ થઈ શકે છે. જ્યારે શ્રીલંકા સામેની મેચમાં ઈશાન કિશન ચોથા નંબર પર બેટિંગ કરી રહ્યા હતા. તેથી ટીમ ઈન્ડિયાએ આનો ઉકેલ શોધવો પડશે. એના પ્રથમ વન-ડેમાં સૂર્યકુમાર યાદવ અને કે એલ રાહુલે અડધી સદી ફટકારી ટીમમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે.
લોઅર મિડલ ઓર્ડરમાં પણ સમસ્યા છે
રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેણે ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ એશિયા કપ 2023 દરમિયાન તે બેટથી શાનદાર પ્રદર્શન કરી શક્યા ન હતા. જાડેજાએ વિકેટ તો લીધી પણ રનના મામલામાં ઘણા પાછળ રહ્યા. હાર્દિક પંડ્યા 6 નંબર પર બેટિંગ કરી શકે છે અને જાડેજાને 7 નંબર પર તક મળી શકે છે. પરંતુ આ પછી માત્ર ભારતીય બોલરો જ બેટિંગ માટે મેદાનમાં આવે છે. એ વિશ્વ કપ પૂર્વે ઓસ્ટ્રેલિયા સામેના ત્રણ વન-ડે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે કારણકે અહીં ભારતીય ટીમ યોગ્ય ટીમ બેલેન્સ થકી પોતાની 15 ખેલાડીઓને વિશ્વ કપમાં લઈ જશે.
રાજકોટ ખાતે વાંદેમાં સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા , શુભમન ગીલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, સૂર્યકૂમાર યાદવ, રવીન્દ્ર જાદેજા, કુલદીપ યાદવ, જસ્પ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
બોલિંગ કોમ્બિનેશન પણ મહત્વનું રહેશે
ભારતમાં વર્લ્ડ કપ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેથી ટીમ ઈન્ડિયા ફાસ્ટ બોલરોની સાથે સ્પિનરોને પ્લેઈંગ ઈલેવનમાં રાખશે. ટીમ ઈન્ડિયાએ મેચ અને મેદાન અનુસાર બોલિંગ કોમ્બિનેશન પર ધ્યાન આપવું પડશે. ફાસ્ટ બોલરો કેટલા અસરકારક સાબિત થાય છે અને સ્પિનરો કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તે જોવું રહ્યું.
રાજકોટ ખાતેના વન-ડે બાદ વિશ્વ કપ માટેની ટીમ નક્કી કરાશે
વન ડે વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત તારીખ 27 સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવશે તે તારીખે રાજકોટ ખાતે વન-ડે મેચ રમાવવાનો છે જેથી રાજકોટનો વન-ડે ભારતીય ખેલાડીઓ માટે ખૂબ મહત્વનો છે કારણ કે તે સમયે દરમિયાન કરવામાં આવેલું પ્રદર્શન તેઓને વિશ્વ કપ માટે એન્ટ્રી અપાવશે.