ખંભાળિયા શહેરના તમામ રસ્તાઓ ખુબ જ જર્જરીત હાલતમાં હોય અને તે અંગેની પૂર્વ વિપક્ષી નેતા સુભાષ પોપટ અને સાથી સભ્યોની અવાર નવાર રૂબરૂ તેમજ લેખિત રજુઆતો કરવામાં આવેલ છે પરંતુ ભુગર્ભ ગટર અને વોટર વર્કસની પાઈપ લાઈનનું કામ ચાલુ હોય એટલે આ જર્જરીત રસ્તાઓથી શહેરીજનો ખુબ જ મુશ્કેલી અનુસરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા ડામર રોડ, સી.સી.રોડ, પેવર બ્લોકના કામો કેટલાક વોર્ડમાં પૂર્ણ થયેલ છે પરંતુ સમગ્ર શહેરનો ખુબ જ જર્જરીત અને ૨૪ કલાક ચાલુ રહેતો નગર ગેઈટથી બચ્છા સ્ટ્રીટ, પાંચ હાટડી ચોક તેમજ ગુંગળી ચોક રગમહોલ સ્કૂલથી વિજય ચોક સુધી આ રોડનું આજથી જ ખોદકામ શરૂ કરવામાં આવેલ હોય.
હોળીના તહેવાર બાદ આ રોડના કામો ઝડપથી શરૂ કરવામાં આવશે. રોડ શરૂ કરતા પહેલા આ રોડમાં પ્રજાલક્ષી શું શું જરૂરીયાત છે ? તે અંગે અધિકારીઓને સાથે રાખી સુભાષ પોપટ નગરપાલિકાના બાંધકામ ઈજનેર એન.આર.નંદાણિયા તથા ક્ધસલટન્ટ ભરતભાઈ એચ.ભુવા આ વિસ્તારમાં ખોદકામ તેમજ અન્ય માહિતી અંગેની વાતચીત કરતા તસવીરમાં જોવા મળી રહ્યા છે. આ રીતે વોર્ડ નં.૪ના રોડનું કામ ઘણા વર્ષો પછી થઈ રહેલ છે. જેથી આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહેલ છે.