ઊનાના છેવાડાના દરીયા કાઠે આવેલ સૈયદરાજપરાના લોકોને ઊનાળાના પ્રારંભે જ પીવાના પાણીની માટે વલખા.સૈયદ રાજપરા ગામે રાવલ જુથ યોજનાનુ પાણી તો આવે છે પરતુ 20 દીવસે.ગ્રામ પંચાયતનો કુવો તો છે પરુતુ એ પણ ચાર કીમી દુર તેમજ કુવાનુ પાણી નથી પીવાલાયક તે પણી છે ભારુ તેમજ છે ક્ષાર વાળુ.
લોકોને પાણી લેવુ પડે છે વેચાતુ એક હેલના પાચ રૂપીયા તેમજ 100 લીટરના કેરબાના 30થી 40રૂપીયા સુધી ચુકવે છે તો રાજપરા વાશીઓને ચોખુ પાણી તો નશીબ જ નથી કારણ કે રાવલ જુથ યોજનાનુ પાણી અને ગ્રામ પંચાયતના કુવાનુ ક્ષાર વાળુ પાણી બન્ને સંમ્પ માથી મિક્સ કરીને આપવામા આવે છે અને પાણીના ટેકર માફીયા પણ બંદર કાઠાની ભોળી જનતાને ઉલુ બનાવી અને ગ્રામપંચાયતના કુવાનુ જ પાણી જ આપે છે. વેચાતુ પાણી રાજપરા વાશીઓને ના છુટકે પીવુ પડે છે. ક્ષાર વાડુ પ્રદુશીત પાણી ગ્રામજનો દ્વારા એવેદન પત્ર આપી તેમજ ગાંધીનગર પણ કરાઈ છે રજુવાત. તોય તંત્રના પેટનુ પાણી હલતુ નથી.
સૈયદ સૈયદરાજપરા ગામ દરીયા કાઠે આવેલ હોવાથી પાણીની ખુબજ તકલીફ છે આમારે ત્યા કુવાનુ પણી અને રાવલ જુથ યોજનાનુ પાણી મિક્સ થઈને અપાઈ છે. એ પાણી નથી પીવાલાયક. વેચાતુ પાણી પણ ક્યારેક મળે તો ક્યારેકનો મળે .એમે મજુરીયા મણસો દરોજ ના 30થી 40રૂપીયા પીવાના પાણી માટે ક્યાથી કાઢવા. કે બાળ બચ્ચનુ પરૂ કરવુ. પાણીની તો કાઈમીની ષરોજણ છે.
પીવાના પાણીની તો બોવજ તકલીફ છે રાવલ નુ પાણી 20 દીવસે આવે છે.પરતુ પાણી વિનાતો ચાલેજ નહી એમાટે પણીના ટાકા વેચાતા લેવા પડે છે. એક બે નહી પરતુ રોજના 3થી 4ટાકા લેવા પડે છે. ગ્રામપંચાયતના કુવાનુ પાણી છે ક્ષાર વાળુ ખારુ.
ગ્રામજનોની રજુવાત છે કે રાવલ જુથ યોજના પાણી 20 દીવસે આવે છે. અને પંચાયતના કુવાનુ પાણી ક્ષાર વાળુ છે દરીયા કાઠો હોવાથી ખારૂ અને પ્રદુશીત પાણી છે. રાવલ જુથનુ પાણી અને પંચાયતના કુવાનુ પાણી બન્ને મિક્સ કરીને ગ્રામજનને આપવામા આવે છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અને ગ્રામજનોને પાણીના ટેન્કર મોંધા ભાવના વેચાતા લેવા પડે છે. અને વેચાતુ પાણી પીવુ પડે છે ગ્રામજનોએ ગાંધીનગર પણ રજુવાત કરેલ છે. તેમ છતા પણ કોઈ નક્કર પગલા લેવામા આવ્યા નથી ગ્રામજનોએ ખારૂ પાણી ન છુટકે પીવુ પડે છે.
રાવલ નુ પાણી 20 દીવસે આવે કે નો આવે આવે તો પણ માત્ર 10 મીનીટ થી 15 મીનટ જ આવે છે. નળના કનેકશન તો ધરે ધરે છે પરતુ શું કામનુ પાચ દીવસે ગ્રામપંચાયતના કુવાનુ પાણી આપે છે. પરતુ એ પાણી તો પીવાલાયક નથી અને એ પણ રાવલના પાણી સાથે ગામના કુવાનુ ક્ષાર વાળુ પાણી મિક્સ કરીને આપે છે.એટલેનો છુટકે પાણી વેચાતુ લેવુ પડે છે. તંત્રને પણ રજુવાત કરેલ છે. પણ કોઈ ના કાને વાત સંભળાતી નથી….રોજના પાણી માટે રૂપીયા ખર્ચ કરવા પડે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com