કર્ણાટકના પરિણામી સ્પષ્ટ થઇ ગયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦૧૯માં પ્રચંડ બહુમતિી એનડીએ સરકાર બનાવશે: વિજયભાઇ રૂપાણી.

દેશની જનતા કોંગ્રેસને રિજેકટ કરી રહી છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પરિણામી સ્પષ્ટ થઇ ગયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦૧૯માં પ્રચંડ બહુમતિી એનડીએ સરકાર બનાવશે: વિજયભાઇ રૂપાણી

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્ ખાતે આજરોજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને કાર્યકર્તાઓની ઊપસ્થિત કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને મળેલી ભવ્ય સફળતા બદલ વિજયોત્સવ ઉજવ્યો હતો. વિજયોત્સવ બાદ પત્રકાર પરિષદને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના હાથમાંથી એક પછી એક તમામ રાજ્યો સરકી રહ્યા છે.

દેશની જનતા કોંગ્રેસને રિજેક્ટ કરી રહી છે. કર્ણાટકની જનતાએ ભાજપાને સૌથી વધુ બેઠકો આપી વિજય અપાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ભાજપા આગળ વધી રહી છે. આજના પરિણામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦૧૯માં પ્રચંડ બહુમતિી સરકાર બનાવશે.

PKIF4334રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, દેશની જનતા વિકાસને વરેલી છે. મોદીજીના નેતૃત્વમાં વિકાસ ઇ શકે તે પ્રસપિત થઇ રહ્યુ છે. જાતિવાદ, ધર્મ અને ભાગલાવાદી છેલ્લી કક્ષાનું રાજકારણ કોંગ્રેસ દેશમાં કરી રહી છે. સત્તા માટે દેશની જ્ઞાતિજાતિ વચ્ચે વર્ગવિગ્રહ થય તેવા નિષ્ફળ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે તે દેશની જનતા જાણી ચૂકી છે.

હમણા જ ગુજરાતના પરિણામો અને આજે આવેલ કર્ણાટકના પરિણામોએ સ્પષ્ટ કરી દીધુ છે કે, જનતા વિકાસને ચાહે છે. દેશમાં હવે નવા યુગની શરૂઆત ઇ ચૂકી છે. સંસદ ન ચાલવા દેવી, દેશની ન્યાયપાલિકાનું અપમાન કરવુ, સંવૈધાનિક સંસઓનું અપમાન કરવુ, એ કોંગ્રેસની માનસિકતા રહી છે.

PKIF4342આજના કર્ણાટકના મેન્ડેટ એ કોંગ્રેસ માટે ‘રુક જાવ’નો મેન્ડેટ છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજના આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં ભાજપાનો વિજય દક્ષિણના રાજ્યમાં નોંધપાત્ર વિજય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ‘પોલીટિક્સ ઓફ પર્ફોમન્સ’ અને સર્વાધિક લોકપ્રિયતાને દેશની જનતાએ મહોર મારી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ નેતા તરીકે નહિ પરંતુ સતત એક કાર્યકર્તાની ભૂમિકામાં હંમેશા સંગઠનાત્મક કાર્યો કરતા રહે છે.

શ્રી અમિતભાઇ શાહની સ્ટ્રેટેજીના કારણે ૨૦૧૪ પછી ૧૪ જેટલા રાજ્યોમાં ભાજપા ચૂંટણીઓ જીતી છે અને વિકાસની રાજનીતિની સ્વીકૃતિનો નવો દોર દેશમાં શરૂ યો છે. કોંગ્રેસ દ્વારા અપપ્રચાર કરવામાં આવ્યો, પ્રપંચો ફેલાવવામાં આવ્યા, લોભામણી જાહેરાતો કરવામાં આવી છતાં દેશની જનતાએ આવી ભાગલાવાદી નીતિઓને જાકારો આપી ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.