રૂડા વિસ્તારના ખેડુતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત
રૂડા દ્વારા સ્કીમ બાદ રસ્તાઓ ખુલ્લા ન કરાતા ખેડુતો તેમજ પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવા રસ્તાઓને ખુલ્લા કરવાની માંગ સાથે ૧૫૦ જેટલા ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
રજુઆતમાં જણાવ્યા મુજબ નગર રચના યોજનાના કાયદાની જોગવાઈ પ્રમાણે સતામંડળ રસ્તા તથા અન્ય જુદા-જુદા હેતુ માટે જમીન કપાત કરી મુસદા યોજના તૈયાર કરે છે. યોજના બનાવવાનો ઈરાદો જાહેર કર્યા બાદ ખાતેદારોની જમીન ઉપર જણાવેલ જુદા-જુદા હેતુ માટે કપાત કરવામાં આવે છે પરંતુ આ કપાતનું આયોજન ફકત કાગળ પર જ બની રહે છે. ખાતેદારોની જમીન કપાત કરી તેના વિકાસ પર એક જાતનો બાન આવી જાય છે.
યોજનાના તમામ રસ્તાઓની જમીન કોઈપણ જાતના વળતર કે બોજા વગર સતામંડળને માલિકીમાં મળે છે. સતામંડળ આ તમામ રસ્તાઓનો કબજો મેળવી લે છે. ખાતેદારોનો વિરોધ હોય તો પણ એક પક્ષીય પંચરોજ કામ કરી કબજો મેળવી લે છે. આમ ખાતેદારોની રસ્તામાં કપાત થતી જમીન સતામંડળને એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર માલિકી સ્વ‚પે મળી જાય છે. સતામંડળ દ્વારા રસ્તાનો કબજો મેળવી લીધા બાદ પણ રસ્તાની આયોજન માત્ર અને માત્ર કાગળ પણ બની રહે છે. યોજનામાં આવેલ રીંગરોડ કે વધુ પહોળાઈના મુખ્ય રસ્તાઓ સિવાય કોઈપણ રસ્તાઓ સતામંડળ દ્વારા સ્થળે ખોલવામાં આવતા નથી. આથી વચ્ચેના ખેતરના કોઈ ખાતેદારને પોતાની જમીનમાં વિકાસ કરવો હોય ત્યારે પોતાની જમીનમાંથી પસાર થતા ટી.પી.રોડ તથા જાહેર હેતુના પ્લોટની જમીન છોડીને બાકી રહેતી જમીનમાં વિકાસ કરવાનો રહે છે. આવા સંજોગોમાં જો આજુબાજુના ખેતરના ખાતેદારો વિકાસ કરવા માગતા ન હોય અને ખેતી પ્રવૃતિ કરી રહેલ હોય અને ટી.પી.રોડનો કબજો લેવાયા બાદ પણ સ્થળે રસ્તાઓ ખુલ્લા કરે ન હોવાને કારણે ખેતરની જમીન લેન્ડ લોક થઈ જાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,