કાલે વિશાળ જનસભા: ઈસુદાન ગઢવી, અજીત લોખીલ અને રાજભા ઝાલા સંબોધશે
દિલ્હી અને પંજાબમાં પરચમ લહેરાવ્યાબાદ હવે આમ આદમી પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાત પર મંડાયેલી છે. રાજયની 182 વિધાનસભા બેઠકને આવરી લેતી પરિવર્તન યાત્રાનો ગત 15મી મેથી આરંભ કરવામાં આવ્યો હતો.
આ પરિવર્તન યાત્રાનું આજે રાજકોટમાં આગમન થતા શહેરીજનોએ તેને વધાવી લીધી હતી કાલે સાંજે હુડકો ચોકીએ યાત્રા પૂર્ણ થશે જયાં એક જંગી જાહેર સભાને ઈસુદાન ગઢવી, રાજભા ઝાલા અને અજીત લોખીલ સંબોધશે.
આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા અને પાર્ટીના વિચારોના પ્રચારો અને પ્રસારના હેતુલક્ષી અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતની તમામ 182 વિધાનસભા વિસ્તારને આવરી લેવાના ઉદેશ સાથે 15 મે 2022થી ગુજરાતના અલગ અલગ 6 સ્થાનો પરથી આ પરીવર્તન યાત્રાનો પ્રારંભ થટેલ છે. આ પરિવર્તન યાત્રા આજ રાજકોટમાં આવી રહી છે. તેમાં ઈસુદાનભાઈ ગઢવી અજીતભાઈ લોખીલ તેમજ રાજભા ઝાલા યાત્રામાં જોડાશે.
સવારે 8-30 કલાકે રામનાથ મહાદેવથી પ્રસ્થાન કરીને ત્રિકોણબાગ ખાતે પૂર્ણ થઈ હતી. બપોરે 4-00 કલાકે રણછોડદાસ બાપુ આશ્રમેથી પ્રસ્થાન કરી મોરબી જકાત નાકે પૂર્ણ થશે . કાલે બુધવાર સવારે 8-30 કલાકે પંચનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે અને ગાંધીગ્રામ સ્થીત નકલંક ચોક ખાતે વિરામ કરશે. ત્યાર બાદ બપોરે 4-00 કલાકે નાના મૌવા રોડ પર સુર્યમંદિર હનુમાનથી પ્રસ્થાન કરી સાંજે 7 કલાકે હુડકો પોલીસ ચોકીએ યાત્રા પૂર્ણ થશે . ત્યાર બાદ ત્યાં વિશાળ જનસભામાં ફેરવાસે.
જે યાત્રા સફળ બનાવવા રાહુલભાઈ ભુવા સંજયસિંહ વાધેલા , કે. કે. પરમાર , રાકેશભાઈ સોરઠીયા , વિપુલભાઈ તેરૈયા, ભાવેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ છે.