‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ ના’ જયઘોષ સાથે
શહેરના વિવિધ સ્થળોએ ગણેશોત્સવમાં વિવિધ કાર્યક્રમો, અન્નકૂટ, મહાઆરતી, વેક્સિનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ ગઇકાલે કરાયું વિસર્જન
ભાદરવા સુદ-4થી શરૂ થયેલ ગણેશોત્સવ દરમિયાન શહેરના મોટાભાગના વિસ્તારો જેમાં સોસાયટીઓ, નિવાસ સ્થાનો, ધર્મસ્થાનો વગેરે સ્થળોએ ગણપતિની સ્થાપના થઇ હતી. એક દિવસથી લઇને દસ દિવસ ગણપતિની સ્થાપના દરમિયાન શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક પૂજન-અર્ચન મહાઆરતી, અન્નકૂટ, રાસ-ગરબા, ડાયરો સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતાં. ગઇકાલે સવારથી સાંજ સુધી શાસ્ત્રોક્ત વિધી વિધાન મંત્રોચ્ચાર સાથે ચલ-લાભ-શુભ-અમૃત વગેરે જેવા મુહુર્તમાં ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના જયઘોષ સાથે દુંદાળા દેવ ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી હતી.
અમૃત પાર્ક-2, રેલનગર ખાતે કરાયું ગણપતિ વિસર્જન
શહેરની ભાગોળે રેલનગર વિસ્તારમાં આવેલી અમૃત પાર્ક-2 સોસાયટી ખાતે ઓમ મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે સરકારની ગાઇડલાઇન મુજબ કરવામાં આવેલ ગણેશ સ્થાપનમાં સત્યનારાયણ ભગવાનની કથા, અન્નકૂટ દર્શન, દાંડીયારાસ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
10 દિવસીય ગણેશોત્સવમાં ગઇકાલે સંગીતની સૂરાવલી ઓરકેસ્ટ્રાના સથવારે રાસ-ગરબાની રમઝટ સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
10 દિવસીય ગણપતિ સ્થાપન, વિવિધ કાર્યક્રમો અને ગણપતિ વિસર્જનને સફળ બનાવવા પ્રમુખ ભરતભાઇ, ઉપપ્રમુખ હરિભાઇ, વિપુલભાઇ, યાજ્ઞિકભાઇ, નિર્મળભાઇ, મહેશભાઇ, નિતીનભાઇ ભટ્ટ, પ્રવિણભાઇ આશીયાણી, યશપાલભાઇ, સાગરભાઇ બગથરિયા, ભગવાનજીભાઇ, આશિષભાઇ, ઇન્દ્રસિંહજી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોઢ વણિક કા રાજા ગણપતિ વિસર્જન
મોઢ વણિક યુવા ગૃપ રાજકોટ દ્વારા જ્ઞાતિમાં સર્વપ્રથમવાર ત્રણ દિવસનું ગણેશ મહોત્સવ “મોઢ વણિક કા રાજા” તથા 251 સામગ્રી ધરાવીને ભવ્ય અન્નકોટ દર્શનનું આયોજન વિદ્યાર્થી ભવનનાં વિશાળ હોલ-5 રાજપુતપરા ખાતે રાખેલ, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિબંધુ દર્શનાર્થીઓએ ધન્યતાનો અહેસાસ કર્યો.
ઉપરોક્ત ગણેશ મહોત્સવમાં મુખ્ય મનોરથી અમિતભાઇ કિરીટભાઇ પટેલ, સહમનોરથીપદે અજયભાઇ ગઢીયા, કૌશિકભાઇ કલ્યાણી, હેમલભાઇ હરકિશાનભાઇ મોદી, નિરજભાઇ મહેતા અન્નકોટ દર્શનના મનોરથી ચંદ્રિકાબેન મનસુખલાલ પટેલએ ખાસ ઉ5સ્થિત રહી પુરા પરિવાર સાથે સમયે-સમયે પુજા આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આરતી ઉતારવાનાં મનોરથી રોહિતભાઇ સી.શાહ, કૌશિકભાઇ પરીખ, સાગરભાઇ ભાડલીયા, અશ્ર્વિનભાઇ સી.પટેલ, સાવનભાઇ ભાડલીયા, રોહિતભાઇ પી.શાહ, ભરતભાઇ મહેતા, જસ્મીનભાઇ ગાંધી, રાજુભાઇ એમ.દોશી, સંજયભાઇ સી.શાહ, અરવિંદભાઇ શાહ, અરવિંદભાઇ જીવાણી, ડો.દિપકભાઇ પારેખ, પ્રશાંતભાઇ ગાંગડીયા, ગીતેષભાઇ કલ્યાણી, મુકેશભાઇ દોશી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે મહાઆરતી ઉતારવામાં આવેલ. ત્રણેય દિવસ દરેક જ્ઞાતિજનોને પ્રસાદ તથા અલ્પાહાર લેવડાવવામાં મંડળ તરફથી સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ. મોઢ વણિક મહિલા સત્સંગ મંડળના પ્રમુખ ગીતાબેન અશ્ર્વિનભાઇ પટલ તથા મોઢ વણકિ યુવા ગૃપના કારોબારી સભ્ય નીતાબેન પારેખ અને બંને ટીમના સદસ્યોનું સેવાનો લાભ લેવાનું યોગદાન મળ્યું હતું.
ધર્મરક્ષક પરિષદ દ્વારા પ્રિન્સ ઓફ કૈલાશ ગણપતિને છપ્પન ભોગ ધરાવાયા
શહેરના ભકિતનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરીષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રિન્સ ઓફ કૈલાશ ગણપતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે પણ અનેરૂ આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં છપ્પનભોગ દર્શન અને મહાઆરતીનો લાભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , ડે . મેયર ડો . દર્શીતાબેન શાહ , કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ , કાર્યાલમ મંત્રી હરેશભાઈ જોષી , કોર્પોરેટર દેવાંગ માંકડ , પુષ્કર પટેલ , અનીતાબેન ગોસ્વામી , વર્ષાબેન પાંધી , જયશ્રીબેન ચાવડા , કિશન ટીલવા , પોલીસ પરીવારના એસીપી બસીયા , પીઆઈ વી.કે. ગઢવી , પીએસઆઈ ધાખડા , પીએસઆઈ જેબલીયા , પીએસઆઈ ઝાલા , બીનાબેન મિરાણી , રોહન મિરાણી , મિહીર મિરાણી સહીતનાએ લાભ લીધો હતો . આમ ધર્મરક્ષક પરીષદના ગૌતમ ગોસ્વામી , વીજય ગોસ્વામીની આગેવાની હેઠળ આ ધર્મરક્ષક પરિષદ આયોજીત આ ગણપતી મંગલ મહોત્સવમાં સમિતિના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી .
‘રાજકોટ કા મહારાજા’નું આજી નદીમાં વિસર્જન
‘રાજકોટ કા મહારાજા’ના અંતિમ દિવસની મહાઆરતી પરાગભાઇ મહેતા (રેલ્વે) પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી અને ગણેશજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. પુજા-અર્ચના વૈદિક મંત્રોચ્ચાર, પુષ્પવર્ષા, ગણેશ યજ્ઞથી દુંદાળા દેવનું આજી નદી ખાતે ભૂદેવ સેવા સમિતિના ગણેશ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું.
વિસર્જનની શાસ્ત્રોક્ત વિધિ પ્રખર શાસ્ત્રીજી જયભાઇ ત્રિવેદીએ કરાવી હતી. આ પ્રસંગે ભૂદેવ સેવા સમિતિના ભરતભાઇ દવે, કીર્તીબેન દવે, અનિલભાઇ ત્રિવેદી, રક્ષાબેન ત્રિવેદી, પંકજભાઇ રાવલ, વર્ષાબેન રાવલ, શીરીષભાઇ વ્યાસ, પલ્લવીબેન વ્યાસ, મયુરભાઇ વોરા અને તેમના ધર્મપત્નિ, પરાગભાઇ મહેતા, ઇલાબેન મહેતા, જ્યોતિન્દ્રભાઇ પંડ્યા, પ્રિયંકાબેન પુરોહિત, ખ્યાતિબેન ત્રિવેદી, પ્રશાંતભાઇ ત્રિવેદી, કુંજનબેન ત્રિવેદી, પુજન પંડ્યા, માનવ વ્યાસ, વિશાલ ઉપાધ્યાય, સુરજ મહેતા, જય જોષી, ચિરાગભાઇ દવે, ડિમ્પલબેન દવે,
શનિવાર-રવિવારે ‘રાજકોટ કા મહારાજા’ના આંગણે મેયર ડો.પ્રદિપભાઇ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, રાજકોટના એડીશ્નલ કલેક્ટર, ધાંધલ સાહેબ, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, વોર્ડ નં.7ના કોર્પોરેટર વર્ષાબેન પાંધી, જયાબેન ચાવડા, બ્રહ્મપુરીના ટ્રસ્ટી, ભગીરથભાઇ શુકલ, ઉદ્યોગપતિ પંકજભાઇ જૈન, રામનાથ મહાદેવના પુજારી નિશાંતભાઇ ગોસ્વામી, રાજુભાઇ કિકાણી, પ્રશાંતભાઇ જેઠાણી, પી.એસ.આઇ. કારૂનિકભાઇ દવે, આહ્યા પરિવાર તથા રાજકોટ ની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતી લાભ લીધો હતો.
આત્મિય યુનિવર્સિટી
રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ભારત તિબ્બત સમન્વય સંઘ (ઇઝજજ)ની મહિલા કાર્યકર્તાઓ દ્વારા ગણેશજીનું પૂજન, આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગણેશજી સમક્ષ શપથ ગ્રહણ કરવામાં આવ્યા. કેટલાક નવા કાર્યકર્તાઓ પણ જોડાયા હતાં. આ તકે રાજકોટ મહાનગર પ્રદેશ અધ્યક્ષ દિવ્યાબેન ભટ્ટ, જિલ્લા અધ્યક્ષ રીનાબેન દવે દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીના સર્વે અધ્યક્ષ, આચાર્યો, હેમંતકુમાર, સોનકુસરે, એમ.એન.વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ કાર્તિક લાડવા તેમજ વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ઇઝજજના મહિલા વિભાગના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.મૃણાલિની ઠાકરની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો.
પોલીસ હેડકવાર્ટર ખાતે ઇકો ફેન્ડલી ગણપતિનું વિસર્જન
‘અગલે વરસ જલ્દી આના’ જયઘોષ સાથે બાપાની ઠેર ઠેર વિદાય કરવામાં આવી છે. ત્યારે પોલીસ હેડ કવાર્ટરમાં વર્ષોથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. નવ દિવસની પૂજા અર્ચના બાદ સિઘ્ધી વિનાયકનું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું.
કોરાના મહામારીના કારણે કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. આ વખતે ક્રાઇમ બ્રાંચ દ્વારા ગાયના છાણ અને માટીમાંથી બનાવવામાં આવેલી ગણપતિ બાપાની લકો ફેન્ડલી મુર્તિ બનાવવામાં આવી હતી. જેનું પોલીસ હેડ કવાર્ટર ખાતે જ મોટા પાત્રમાં પાણીમાં વિસર્જન કરવામાં આવ્યુઁ હતું.
ગણપતિ બાપાની મૂર્તિ સઁપૂર્ણપણે પાણીમાં ઓગળી ગયા બાદ આ પાણી તુલસીના કયારા અને પીપળામાં રેડી દઇ ઇકો ફેન્કલી ગણેશ ઉત્સવનો શહેર પોલીસ દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો. તસ્વીરમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહીતના અધિકારીઓ નજરે પડે છે.
દવે પરિવારે કર્યું ગણેશ વિસર્જન
‘અબતક’ દૈનિકના કટાર લેખક અને જાણીતા પત્રકાર અરૂણ દવેના પરિવારમાં ગણેશોત્સવના આયોજન ધામધૂમથી કરવામાં આવેલ હતું. ત્રંબાના ત્રિવેણી સંગમે દવે પરિવારે રંગેચંગે ગણેશજીનું વિસર્જન કરાયું હતું. દશ દિવસના રંગોત્સવ ગણેશોત્સવમાં પરિવારના સૌથી ટબુકડા સભ્ય દેવ દવેએ સમગ્ર ભકિતભાવ વિસર્જનનું આયોજન કર્યુ હતું.