• રેસકોર્સમાં હજી ત્રણ દિવસ રાત્રીના 8 થી11 ગુંજશે ‘જાણતા રાજા’ની શૌર્ય કથા
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 29મીએ રાજકોટ પોલીસની સાઈબર ક્રાઈમ કચેરીનું લોકાર્પણ કરાશે: મંત્રી હર્ષ સંઘવીની જાહેરાતc

શોર્ય, સાહસ અને સર્મપરશના જીવંત  પ્રતિક  સમાન છત્રપતિ  શિવાજી  મહારાજની શોર્ય કથા સાંભળી-નિહાળી રાજકોટવાસીઓ આફરિન  થઈગયા છે. રેસકોર્ષ ખાતે ‘જાણતા રાજા’ મહાનાટકનો આરંભ થઈચૂકયો છે. આજથી હજી ચાર દિવસ રાત્રીના 8 થી 11 શિવાજીની  શોર્ય ગુંજ ગુંજશે

DSC 6257 scaled

શહેરના રેસકોર્સ મેદાન,  ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત જાણતા રાજા મહાનાટ્યનો શુભારંભ ગૃહમંત્રી  હર્ષભાઈ સંઘવી અને વાહનવ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે દિપપ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.

આ તકે ગૃહમંત્રી  હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, રાજકોટની પ્રજાએ હરહંમેશ અમારો વિશ્વાસ અડીખમ રાખ્યો છે. ગુજરાત અને રાજકોટના યુવાનો શિવાજી મહારાજની જીવનશૈલીમાંથી વર્તમાન સમયમાં ઉપયોગી એવી બાબતો શીખે અને રાજ્ય અને દેશને ઉન્નતિની રાહ પર આગળ વધારે. શિવાજી મહારાજ એક કુશળ, ન્યાયપ્રિય અને પ્રજાપ્રિય રાજા હતા તેમજ ભારતવર્ષના વીર સપુતોમાં મોખરે હતા.

DSC 6201 scaled

શિવાજી મહારાજની ગણના સાંપ્રત સમયના પ્રસ્થાપિત ગણરાજ્યોમાં એક હિંદુસમ્રાટ તરીકે થતી હતી. શોર્ય,સાહસ અને સમર્પણનું જીવંત પ્રતિક એવા છત્રપતિ શિવાજી મહારાજે 16 વર્ષની ઉંમરે જીતેલા તોરણા કિલ્લોએ તેમની સાહસિકતા, બુધ્ધિચાતુર્ય અને નેતૃત્વના ગુણનુ પ્રતીક  છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની સાડા છ કરોડની જનતા માટે લોક કલ્યાણના અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પ્રજાહિતના કાર્યો નિરંતર પણે કરી રહી છે અને કરતી રહેશે, તેવો મંત્રી એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

DSC 6125 scaled

મંત્રી  સંઘવીએ કહ્યું હતું કે, આગામી તા. 29 મેના રોજ કેન્દ્રિય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહના વડપણ હેઠળ રાજકોટ પોલીસની અદ્યતન ક્રાઈમ બ્રાન્ચની કચેરી તથા અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ સાઈબર ક્રાઈમની કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં ઈન્ટ્રોગેશન રૂમ તમામ પ્રકારના સાય્નટિફીક પુરાવા એકત્રિત કરી શકે તેવો હશે અને સાઈબર ક્રાઈમની કચેરીમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજકોટની જનતાને સાઈબર ક્રાઈમથી બચાવવામાં આવશે, તેમ ગૃહમંત્રીશ્રીએ કહ્યું હતું.

DSC 6175 scaled

મંત્રી એ વધુમાં કહ્યું હતું કે, રાજકોટના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે બોક્સિંગ, બાસ્કેટબોલ સહિતની અનેક રમતોનો સમાવિષ્ટ કરી લેતું ઈન્ટરનેશનલ કક્ષાનું એરકંડીશનરયુક્ત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષીત છે અને રહેશે. જેતપુરના જેતલસરની દિકરીને ઝડપી ન્યાય મળે તેની કામગીરી ચાલી રહી છે. આ કેસમાં પણ રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

DSC 6164 scaled

આ તકે જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુએ ઉપસ્થિત મહાનુંભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું

આ પ્રસંગે મંત્રી  અરવીંદભાઈ રૈયાણી મેયર ડો. પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદ  મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો   ગોવિંદભાઈ પટેલ,   લાખાભાઈ સાગઠીયા અગ્રણી  કમલેશભાઈ મિરાણી, ધનસુખભાઈ ભંડેરી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.