સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગરીબ અને પછાત વર્ગના લોકોને અપાયેલી જમીન માત્ર કાગળો પર જ હતી તેવામા જમીન માટે વષોઁથી લડી રહેલા આ પછાત વગઁના લોકો અંતે સરકાર સામે હિમ્મત હારી ગયા બાદ પાટણના સામાજીક કાર્યકરે દરેક લોકોને પોતાની જમીનનો કબ્જો મળે તે માટે પોતાનો જીવ જલાવી દીધો હતો.

ત્યારે ભાનુભાઇના આત્મવિલોપન બાદ સરકાર સફાળી જાગી દરેક પછાત વગઁના લોકોને તેઓની જમીનનો ઓડઁર તાત્કાલિક ધોરણે કરી આપી આ જમીનનો કબ્જો પણ સોપવાની કાયઁવાહી શરુ કરાઇ હતી ત્યારે ધ્રાગધ્રા પંથકમા પણ અનેક લાભાથીઁઓને તેઓની સાંથણીની જમીનનો કબ્જો સોપાયો હતો ત્યારે ગત દિવસે ધ્રાગધ્રા તાલુકાના અંકેવાડીયા, જીવા તથા ચુલી ગામના લાભાથીઁઓને સાંથણીની જમીનનો કબ્જો સોપાતા અથીઁક પછાત વગઁના લોકોમા આનંદ છવાયો હતો.

તેવામા ધ્રાગધ્રા પંથકમા અત્યાર સુધી કુલ 200થી પણ વધુ લોકોને સરકાર દ્વારા જમીન ફાળવી તેનો કબ્જો સોપાયો છે. જ્યારે આવા ગરીબ લોકોને સોપવામા આવતી જમીનના કબ્જા સમયે હરહંમેશ ડે.કલેક્ટર પજ્ઞાબેન મોણપરા, નાયબ મામલતદાર એ.ડી.વાઘેલા, ચૌધરી સાહેબ સહિત સામાજીક કાયઁકતાઁ અમિતભાઇ તથા શાંતિલાલ રાઠોડની હાજરી અચુક રહે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.