જૂનાગઢ સરસ્વતિ વિઘામંદિરના સંચાલકોએ સરદાર વલ્લભભાઇ પટેલને અર્પી શબ્દાંજલી
લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઇ પટેલની શનિવારે જન્મજયંતિ છે. તેઓની યાદમાં જુનાગઢ શહેરની સરસ્વતિ વિઘામંદીરના સંચાલકોએ તેમને શબ્દાંજલી પાઠવી હતી.
ઇ.સ ૧૮૭૫માં ૩૧ ઓકટોબર ખેડા જીલ્લાના કરમદદમાં જન્મ ઇ.સ. ૧૯૦૦ માં ગોધરામાં વકીલ થઇને અને બોરસદ તથા આણંદમાં વકીલાત કરીને સારી નામના મેળવી ઇ.સ. ૧૯૧૦માં ઇગ્લેન્ડ જઇ, પહેલા નંબરે પાસ થલ બેરિસ્ટર બન્યા, ઇ.સ. ૧૯૧૪માં અમદાવાદમાં વકીલાત આદરી ઇ.સ. ૧૯૧૫માં અમદાવાદમાં મ્યુનિપાલીટીમાં ચુંટાયા ને ૧૯૧૬માં ગાંધીજીના પરિચયમાં આવી બીજે વર્ષે ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો. તે પછી ૧૯૨૨ માં બોરસદના અને ૧૯૨૩માં નાગપુરના ઝંડા સત્યાગ્રહની આગેવાની લીધી. ૧૯૨૪થી ૧૯૨૮ સુધી અમદાવાદ મ્યુનિ. ના પ્રમુખ રહ્યા. ૧૯૨૮માં બારડોલીની લડતમાં વિજળી બની સરદાર બન્યા. ૧૯૩૧ ની કરાચી કોંગ્રેસના પ્રમુખ અને ૧૯૩૫માં પાર્લામેન્ટરી બોર્ડના પ્રુમખ ચુંટાયા, ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થતા નાયબ વડાપ્રધાન બન્યા. ઇ.સ. ૧૯૫૦ ની પંદરમી ડિસેમ્બરે તેમનું અવસાન થયું.
ગાંધીજીના ચુસ્ત અનુયાયી અને નખશિખ સ્વદેશ ભકત સરદાર વલ્લભભાઇ પટેલએ ૧૯૧૬ થી ૧૯૫૦ સુધીમાં ૩૪ વર્ષના જાહેરજીવનમાં ગુજરાત માટે અને ભારત માટે જે જે કર્યુ છે તેની વિગતો તો પાનાના પાના ભરાય એટલી લાંબી છે.જે મુત્સદ્દીગીરી, કુનેહ, દઢતા અને સુઝસમજથી તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમ) જોડાઇ જવા સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મકક પગલા ભર્યા તેનાથી આખી દુખિયામાં એમની કીર્તી પ્રસરી ગઇ અખંડ ભારતનું સર્જન કરવાના તેમના આ અનન્ય અને અદ્વિતીય પ્રદાન માટે ભારત સદા તેમના ઋણી રહેશ.
આ તકે જુનાગઢની સરસ્વતિ સ્કુલના સંચાલકો પ્રદિપભાઇ ખીમાણી, જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી, રઘુભાઇ ખીમાણી, ગોપીબેન ખીમાણીએ વધુમાં કહ્યું હતું કે જે મ કે મુશ્કેલ સમયમાં સંતાનને પિતાનું સ્મરણ થાય તેમ પોતાના કપરા સમયમાં ભારતની જનતાને સરદારનું સ્મરણ અચુક થશે જ ! આ મહાપુરુષની જન્મજયંતિ આપણા સૌ માટે અનોખો પ્રેરણાદિન અને ગૌરવ દિન બની રહે.