ગુજરાત રાજયના લોકો કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છે અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના લીધે બેરોજગારી, ભૂખમરો કે આર્થિક મંદીના લીધે ત્રસ્ત છે. એવામાં રાજય સરકાર દ્વારા ઘા ઉપર મલમ લગાવવાના બદલે મીઠું નાંખવા માંગતી હોઇ એમ કોરોનાથી બચવા માસ્ક પહેરવું ફરજીયાત છે તે બરાબર છે પણ એવામાં અચનાક આ હેલ્મટ દંડનું સરકારને આવી કઠીન પરિસ્થિતિમાં શું સુજયુ? હજી લોકો સામે ખોટી રીતે માસ્કના નીચે નમી ગયેલ હોઇ કે હજી માસ્ક ઉતાર્યુ જ હોઇ એવી પરિસ્થિતિમાં પણ ૫૦૦-૧૦૦૦ના દંડ ફટકારવામાં આવી રહ્યા છે. એક બાજુ સરકાર ખેડૂતોને ૨૦૦૦ રૂપિયા આપીને એવું બતાવે છે કે આવડી મોટી સહાય કરે છે જયારે આવડા મોટા દંડનું શું? હાલ કોરોના વેકસીન હજુ શોધવામાં સફળતા મળે એ દિશામાં જોવાના બદલે આ દંડથી લોકોને ત્રાહિત કરવાનું છોડી સરકાર દ્વારા સહાનુભુતિ દાખવવામાં આવે તેવા પગલા ભરવા જોઇએ તેમ કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયાની યાદીમાં જણાવાયુ છે.
Trending
- ગુમશુદા 104 બાળકોને 2 મહિલા કોન્સ્ટેબલે શોધી કાઢ્યા
- ખ્યાતી ગ્રુપવાળા કાર્તિક પટેલનું રૂ.350 કરોડનું જમીન-શિક્ષણ કૌભાંડ
- ખેડૂત તાલીમ કેન્દ્ર નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઇ
- ગુજરાતની જનતાની સુખાકારી માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરતા મુખ્યમંત્રી
- પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ એટલે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, ભેજ અને જંતુનાશક અસ્ત્રો
- ચિંતન શિબિર-2024 બીજો દિવસ
- બાળ ઉછેરનું મનોવિજ્ઞાન શિક્ષણ શાસ્ત્રના મનોવિજ્ઞાનનો પણ આધાર
- નળ સરોવરમાં બોટીંગ બંધ થતાં સહેલાણીઓની માઠી!!