જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટનું દબદબાભેર સન્માન
રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રાજકોટ જીલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવામોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટના પ્રથમ પ્રવાસે આવતા રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્યાતીભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમખ મનસુખભાઇ ખાચરીયાની અધ્યક્ષતામા જિલ્લા યુવા મોરચાની પરિચય બેઠક યોજાઈ હતી.
આ તકે પ્રશાંતભાઈ કોરાટએ આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના લોધીકા, કોટડાસાંગાણી, રાજકોટ તેમજ પડધરી તાલુકાના કોરોના વોરિયર્સનો સંયુક્ત સન્માન સમારોહ તેમજ રાજકોટ જિલ્લામાંથી વધુમાં વધુ યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને રાષ્ટ્રવાદની આહલેક જગાડવાનુ અભિયાન શરુ કરવામાં આવશે. વધુમાં તેમને કોંગ્રેસને ઝાટકતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની હંમેશા નકારાત્મક રાજનીતિ રમે છે. ગુજરાતની પ્રજા તેમને કદી સ્વીકારતી નથી. આવનારી 2022ની ચુંટણીમાં વધુમાં વધુ યુવાનો ગુજરાતના રાજકારણમાં પ્રવેશીને કોંગ્રેસની ઔકાત બતાવીને ગુજરાતમાં તેનો સફાયો કરવામાં યુવાનો અગ્રેસર રહેશે.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ જણાવેલ કે, 2022ની વિધાનસભા ચૂંટણી માટે યુવા ભાજપ મોરચાનું મહત્વ હંમેશા જિલ્લા ભાજપ ટીમ જેટલું છે તેવુ જણાવેલ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મનિષભાઇ ચાંગેલા તથા મનસુખભાઈ રામાણી, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષભાઇ સંધાણીએ યુવાનો માટેની સરકારે વિવિધ યોજનાઓ જાહેર કરી છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.
રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખખ સતિષભાઈ શિંગાળાએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તથા કાર્યક્રમમાં આભારવિધિ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી રવિભાઈ માંકડિયાએ કરી હતી. આ બેઠકમાં આઈ.ટી.ના સહ-ઇન્ચાર્જ યશભાઈ વાળા હાજર રહ્યા હતા.
આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેકસાતા, કિશોર ચાવડાએ કરી હતી.આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષભાઇ સંધાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ સતીશભાઈ શિંગાળા, મહામંત્રીઓ રવિભાઈ માંકડિયા, મુકેશભાઈ મકવાણા, રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી કિશનભાઈ ટીલવા,
ગુજરાત પ્રદેશ રમત-ગમત સેલના ક્ધવીનર પૃથ્વીસિંહ વાળા, જિલ્લા યુવા ઉપપ્રમુખ વિમલ ખંડવી, જિલ્લા યુવા મંત્રી મનોજભાઈ કાછડીયા તથા ડેનીશ મૂંગલપરા સહીતના રાજકોટ, લોધિકા, પડધરી તેમજ કોટડા સાંગાણી તાલુકાના યુવા મોરચાના પ્રમુખો મોરારિદાસ નરસંગદાસ દાણીધારિયા, સુધીરભાઈ તારપરા, કરણભાઈ પ્રભાતભાઈ લાવડીયા, ભગીરથસિંહ ભરતસિંહ જાડેજા તેમજ મહામંત્રી ભૌતિકભાઈ મુળજીભાઈ સિદપરા, ડો.પ્રકાશભાઈ વીરડા, વિરલભાઈ કિશોરભાઈ વસોયા, વિરમભાઈ જહાભાઈ ધ્રાંગીયા તેમજ યુવા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.